<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

લોકસાહિત્‍યકાર જીતુ ભાઈ દાદે ભાવિક ભકતો, જનતાને ગીરનાર તળેટીમાં સ્‍વચ્‍છતા જાળવવા અપીલ કરી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવનાથ તળેટીમાં પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો : જાહેર રોડ રસ્‍તા, મેળા પરિસરમાં પ્‍લાસ્‍ટિક ન ફેંકવા લોકોને જાહેર અપીલ

 (વિનુ જોશી દ્વારા)જૂનાગઢ,તા. ૨૪ : ભવનાથ તળેટી, જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીનો ભવ્‍ય અને દિવ્‍ય મેળો શરૂ થઈ ચૂકયો છે. 

સાંસ્‍કળતિક કાર્યક્રમ મંચ, ભવનાથ તળેટી ખાતે મેળા દરમિયાન દરરોજ સાંજે ૭ વાગ્‍યે સાંસ્‍કળતિક કાર્યક્રમો યોજાશે. આજે લોક સાહિત્‍કાર  જીતુભાઈ દાદ સહિતના કલાકારો સાંસ્‍કળતિક કાર્યક્રમમાં ભજન સંતવાણીની પ્રસ્‍તુતી કરીને ડાયરાનો રંગ જમાવશે.

લોકસાહિત્‍યકાર જીતુભાઈ દાદે ભાવિક ભકતો, જનતાને ગીરનાર તળેટીમાં સ્‍વચ્‍છતા જાળવવા અને કાળજી રાખવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સમિતિની રચના કરવામાં આવી છે. આ તમામ સમિતિઓ દ્વારા મેળા પરિસરમાં તમામ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ હોય મેળાના સ્‍થળો પર, જાહેર રોડ રસ્‍તા પર પ્‍લાસ્‍ટિક કચરો ન ફેંકવા માટે પણ લોકસાહિત્‍યકાર જીતુભાઈદાદે જાહેર જનતાને અપીલ કરી હતી.

(1:42 PM IST)