News of Monday, 24th February 2025
જૂનાગઢમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉચુ આવે તે માટે ચર્ચા વિચારણા અને નિર્ણયો
જૂનાગઢ સ્વનિર્ભર હોસ્ટેલ સંચાલક સંધ દ્વારા હોસ્ટેલ ધરાવતી શાળાઓની ક્રિષ્ના બોર્ડીંગ ખાતે મળેલી મિટિંગમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યવર્ધક ભોજન સ્વચ્છ વાતાવરણની સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપીને ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તથા મૂલ્ય વર્ધક જીવનલક્ષી શિક્ષણ દ્વારા રાષ્ટ્રને સમર્પિત બને તેવા બનાવવાનો મકકમ નિર્ધાર

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૪: તારીખ ૨૦.૦૨.૨૦૨૫ ગુરૂવારના રોજ જૂનાગઢ શહેરની હોસ્ટેલ ધરાવતી શાળાઓની એક મીટીંગ ક્રિષ્ના બોર્ડીંગ ખાતે મળી હતી. આ ચોથી મિટીંગમાં જૂનાગઢ શહેરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉચુ આવે તે માટે ચર્ચા વિચારણા અને નિર્ણયો થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેર ઘણા વર્ષોથી શિક્ષણનું હબ છે. ત્યારે આ સંચાલક મંડળ દ્રારા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નેશનલ લેવલનું એજયુકેશન મળી રહે તેવા પ્રયત્નો થઈ રહયાં છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ નું અમલીકરણ પણ તબકકા વાર થઈ રહયું છે. આવા સમયે જૂનાગઢમાં રહીને અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ સમગ્ર દેશના વિદ્યાર્થીઆ સાથે કદમ મિલાવીને ચાલી શકે તેવું આયોજન કરાયું છે. વર્ષોથી બોર્ડના ૧૦-૧૨ના પરિણામોમાં જૂનાગઢ અગ્રેસર રહ્યું જ છે. વિજ્ઞાન પ્રવાહ પછી JEE અને NEET માં પણ જૂનાગઢના વિદ્યાર્થીઓ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ કમર કસીને આ રાષ્ટ્રને શ્રેષ્ટ એન્જિનીયર અને ડોકટર આપતી રહી છે. ખાસ વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડ આધારીત સ્કોલરશીપને જાકાર આપવામાં પણ નકકી થયું છે.
જૂનાગઢની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોએ મળીને અહીં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યવર્ધક ભોજન સ્વચ્છ વાતાવરણની સાથે શ્રેષ્ટ શિક્ષણ આપીને ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તથા મૂલ્ય વર્ધક જીવનલક્ષી શિક્ષણ દ્વારા રાષ્ટ્રને સમર્પિત બને તેવા બનાવવાનો મકકમ નિર્ધાર કરેલો હતો. આ તકે આલ્ફા સ્કૂલના જી.પી.કાઠી, સોરઠ સ્કૂલના પી.આર. ડઢાણિયા, મુકેશભાઈ વસોયા, હરિભાઈ પરમાર, વિશ્વગ્રામ વિદ્યાપીઠના અનિલભાઈ કાવાણી, શ્રી પ્રેમાનંદ સ્કૂલના ડો. માતંગભાઈ પુરોહિત, તપોવન સ્કૂલના અશ્વિનભાઈ મેંદપરા, જ્ઞાન ભારતી સ્કૂલના નિર્જલભાઈ ગજેરા, ક્રિષ્ના સ્કૂલના જયસુખભાઈ બુટાણી, દેવપ્રયાગ સ્કૂલના નીરજભાઈ અજુડીયા, આર.બી.વઘાસીયા, બીએપીએસ સ્કૂલના રાજેશભાઈ ઉસદડીયા, સિગ્મા સ્કૂલના પ્રશાંતભાઈ ભોપાળા તથા અન્ય સંચાલકો ઉપસ્થિત રહયા હતા. તેમ જી.પી. કાઠી સંચાલક, આલ્ફા હોસ્ટેલ જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
