<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

જામનગરમાં ચાંદીથી મઢાયેલા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ ધ્‍વજાજી પુજન-અર્ચન

દાતાઓના સહયોગથી બનાવેલ ચાંદીની આરતી અને ગદા ભગવાનને અર્પણ કરાશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૪: જામનગરમાં સેન્‍ટ્રલ બેંક રોડ, ધ્રુવ ફળી, શેરી નં. ૧ ખાતે આવેલ અતિપૌરાણીક અને સુપ્રસિધ્‍ધ ચાંદીથી મઢાયેલા પિપળેશ્વર મહાદેવ મંદીરમાં તા. ૨૬/૦૨/૨૦૨૫, મહાવદ-૧૩ અને બુધવાર શિવરાત્રીના પાવન અવસર નિમીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સૂર્યનારાયણ મંદીરના પુજારી દધીજી મહારાજ દ્વારા શાષાોક્‍ત વિધી વિધાન મુજબ ધ્‍વજાજી પૂજા કરવામાં આવશે. આ ધ્‍વજાજી પૂજાના યજમાન પદે શેતુલભાઈ એસ. વારિયા તથા તેમના ધર્મપત્‍ની ફોરમબેન એસ. વારીયા તથા તેમનો સમસ્‍ત પરિવાર ધ્‍વજાજી પૂજાના સમયે ઉપસ્‍થિત રહીને લાભ લેશે.

આ ધ્‍વજાજી પૂજાનો સમય સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ રહેશે. આ ઉપરાંત આ જ વિસ્‍તારના તમામ લતાવાસીઓ અને દાતાશ્રીઓના સહયોગથી બનાવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ માટેની ચાંદીની આરતી તેમજ હનુમાનજી માટે ચાંદીની ગદા બન્નેનું પૂજન અર્ચન કરી શ્રી પીપળેશ્વર મહાદેવજીના મંદિરમાં અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત બહેનો દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવજીને ચાંદીનો શણગાર, ફુલોનો શણગાર, લાઈટ ડેકોરેશન તેમજ મંડપનો શણગાર કરી શિવભકતો માટે શિવરાત્રીની સાંજે ૬:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્‍યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવશે.

પિપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા શિવ શોભા યાત્રાનો રૂટ ઉપર ઠંડી છાશનું વિતરણ પ્રસાદીરૂપે કરવામાં આવશે. તો જામનગરના સર્વે શિવભકતોએ આ ધાર્મીક ઉત્‍સવમાં પિપળેશ્વર મહાદેવજી મિત્ર મંડળના એડવોકેટ પાર્થ ડી. સામાણી, પ્રફુલભાઈ ચોકસી, નંદનભાઈ ભટ્ટ, પરિમલભાઈ ભટ્ટ તેમજ મિત્ર મંડળના તમામ અન્‍ય સભ્‍યો દ્વારા સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. આ ધાર્મિક કાર્યક્રમમાં શારડા ફોરેક્‍સ પરિવારના મોભીઓ હરીઓમભાઈ અને રામભાઈ શારડા તેમના પરિવાર ઉપસ્‍થિત રહેશે.

(2:25 PM IST)