<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

બુધવારે જામનગરમાં મહાશિવરાત્રીએ ભવ્‍ય શિવ શોભાયાત્રા નીકળશે

હિંદુ ઉત્‍સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્‍ટ ના ઉપક્રમે છોટીકાશીમાં પરંપરાગત રીતે ૪૪મી શિવશોભાયાત્રાનો સિધ્‍ધનાથ મહાદેવના મંદિરેથી થશે પ્રારંભઃ નગર ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે થશે સંપન્ન શોભાયાત્રામાં ૨૫ ફલોટ્સ જોડાશેઃ ૮૩ સ્થળે શોભાયાત્રાનું સ્વાગત તેમજ ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરી પ્રસાદનું વિતરણ કરાશેઃ જામનગરમાં મહાશિવરાત્રીના પર્વે યોજનારી ૪૪મી ચલિત શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણોઃ સતવારા સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં શિવ વિલાપનું દ્રશ્ય ભજવી અઘોરી ભસ્મરાસ તથા તલવાર રાસ યોજાશે

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.  ૨૪: જામનગર શહેરમાં હિંદુ ઉત્‍સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે છેલ્લા ૪૩ વર્ષથી પ્રતિવર્ષ મહાશિવરાત્રીના પાવનકારી પર્વના દિવસે યોજાતી શિવ શોભાયાત્રાની પરંપરા આ વર્ષે ચૂમાલીસમાં વર્ષે પણ જાળવવામાં આવશે, અને આગામી ૨૬મી ફેબ્રુઆરી ને મહાશિવરાત્રી ના પર્વના દિવસે ભવ્‍યાતિભવ્‍ય શિવ શોભાયાત્રા યોજાશે. જેમાં અગિયાર કિલો ચાંદી મઢીત અને સુવર્ણ અલંકારોથી સુશોભીત ભગવાન શિવજીની પાલખી ઉપરાંત ૧૮ સંસ્‍થાના ૨૫ જેટલા ચલિત ફલોટસ વિશેષ આકર્ષણ જગાવશે.

ભગવાન શિવજીને ત્રિશુલ-ડમરૂ-ચંદ્ર-કુંડળ-માળા-જનોઇ-છત્તર-પાઘડી જેવા સુવર્ણ અલંકારોથી સુશોભિત કરાયા છે. જે શોભાયાત્રા નાગેશ્વર મંદિર થી પ્રારંભ થઇ નગરભ્રમણ કરી રાત્રિના ભીડભંજન મહાદેવ મંદિરે પરીપૂર્ણ થશે, અને મહાઆરતી યોજાશે. શોભાયાત્રા ના રૂટ પર ૮૩ જેટલા સ્‍થળોએ સ્‍વાગત કરાશે, તેમજ જુદા જુદા શિવભક્‍તો દ્વારા ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરીને પ્રસાદ વિતરણ પણ કરાશે.

 શોભાયાત્રામાં મહાદેવહર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્‍ટ દ્વારા તૈયાર કરાયેલી ભગવાન શિવજીની સુવર્ણ અલંકારો સજીત ચાંદીની પાલખી સહિત ત્રણ ફલોટ તદ્‌ ઉપરાંત રૂદ્રાય ચેરીટેબલ ટ્રસ્‍ટ (બે ફલોટ), શિવસેના (૧ ફલોટ), સતવારા સમાજ (૪ ફલોટ), મહાસેના મિત્ર મંડળ (બે ફલોટ), ભગવા યોદ્યા સંઘ (૪ ફલોટ), નાગેશ્વર મિત્ર મંડળ (૨ ફલોટ), ભગવા રક્ષક (૩ ફલોટ), હિન્‍દુ સેના (૨ ફલોટ), શિવ નાગેશ્વર મિત્ર મંડળ (બે ફલોટ), ઓમ યુવક મંડળ (એક ફલોટ), મહા સેના (૨ ફલોટ) વિરાટ બજરંગ દળ (૧ ફલોટ), વી.ડી. સિકયોરિટી ગ્રૂપ સહિતના મંડળો દ્વારા ૨૫ જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્‍સ તૈયાર કરવામાં આવશે.

બપોરે સાડા ત્રણ વાગ્‍યે નાગેશ્વર વિસ્‍તારમાં આવેલા પૌરાણીક સુપ્રસિધ્‍ધ શ્રી સિધ્‍ધનાથ મહાદેવ મંદિરથી પ્રસ્‍થાન થનારી આ શોભાયાત્રા નાગનાથ ગેઇટ, કે.વી.રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, સજૂબા ગર્લ્‍સ હાઇસ્‍કૂલ, હેડ પોસ્‍ટ ઓફીસથી દરબારગઢ, બર્ધન ચોક, માંડવી ટાવર, સેન્‍ટ્રલ બેંક રોડ, હવાઇ ચોક, સત્‍યનારાયણ મંદિર રોડ, ભાટની આંબલી, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક, ટાઉન હોલ થઇ રાત્રે ૧૨.૩૦ કલાકે શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પહોંચશે જયાં રાત્રીના મહાઆરતી પછી શોભાયાત્રા સંપન્ન થશે.

 આ વખતે સતત ૪૪માં વર્ષે યોજાનારી શિવશોભાયાત્રાના સફળ સંચાલન માટે એક સંકલન અને સંચાલન સમિતિની રચના કરવામાં આવી છે.

નાગેશ્વર મંદિર પાસે નાગેશ્વર યુવક મંડળ, શ્રીગોળ મેડતવાડ બ્રાહ્મણ જ્ઞાતિ, કોળી સમાજ-નાગેશ્વર, હિતેશભાઈ બાંભણીયા ના ગ્રૂપ, રામદેવ મિત્ર મંડળ, કેશરિયા હનુમાન મિત્ર મંડળ, કોમી એકતા ગ્રુપ - ઢોલીયા પીર દરગાહ પાસે, કોમી એકતા ગ્રુપ - સોનાપુરી પાસે, રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજ, નવયુવક મિત્ર મંડળ, પટેલ રેસ્‍ટોરન્‍ટ - નાગનાથ નાકા પાસે, મહાદેવ ક્‍લાસીસ, વિશ્વનાથ હોટલ ગ્રુપ, મહાવીર બેટરી પાસે, કાશી વિશ્વનાથ મંદિર, કાશી વિશ્વનાથ મંડળ ખવાસ સમાજ, દયાશંકર બ્રહ્મપુરી, ભાનુશાળી સમાજ (નંદા પરિવાર) દ્વારા સ્‍વાગત, પી ડબ્‍લ્‍યુ ડી ડેલા પાસે મજૂર સંઘ, સમસ્‍ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્‍ટ-બેડી ગેઇટ, ભારતીય જનતા પાર્ટી - બેડી ગેઇટ, બનાસ અલ્‍પાહાર (નારસંગભાઈ ઠાકોર ગ્રુપ),  - ગુર્જર સુથાર કડિયા જ્ઞાતિ - હરિઓમ મિત્ર મંડળ - ટાઇગર ગ્રૂપ - કડિયાવાડ, સ્‍વામિનારાયણ મંદિર - કોઠારી સ્‍વામી ચતુર્ભૂજદાસજી મહારાજ - જાયન્‍ટ્‍સ ગ્રુપ જનસેવા - દરેડ, બ્રહ્મ વિકાસ પરિષદ, શિવ શકિત સંસ્‍કળતી સેવા ટ્રસ્‍ટ, ચૌહાણ ફળી મિત્ર મંડળ, ભોઇ જ્ઞાતિ, ત્રિશુલ મિત્ર મંડળ - નવી વાસ, - હર્ષિદા માતા ચેરીટેબલ ટ્રસ્‍ટ, રણજીત રોડ - પંજાબ બેંક રિક્ષા એસો., દીપક ટોકીઝ રીક્ષા એસો., અલુભાઇ પટેલ ગ્રુપ - પંકજ સોઢા ફાઉન્‍ડેશન, ગણેશ મિત્ર મંડળ - વજીર ફળી, મનુભાઈ ભુવા ગ્રુપ ઇન્‍દુ મધુ હોસ્‍પિટલ પાસે, રાજેન્‍દ્ર રોડ વેપારી એસોસીએશન, સમસ્‍ત સતવારા સમાજ, રાણા યુવક મંડળ, જામના ડેરા મિત્ર મંડળ - દાજી બાપુની શેરી, સિંધી માર્કેટે વેપારી એસો., બ્રહ્મક્ષત્રિય યુવક મંડળ, સુખરામદાસ ગ્રુપ, નિરવભાઇ ગ્રુપ - બર્ધન ચોક, પતંગિયા ફળી મિત્ર મંડળ, ઓમ ગ્રુપ - માંડવી ટાવર પાસે, શ્રી યુવક મંડળ, ગણેશ મરાઠા મંડળ, સ્‍વ.શ્રી બાબુભાઇ લાલ ચેરીટેબલ ટ્રસ્‍ટ, સેન્‍ટ્રલ બેંક મીઠાઇ એસોસીએશન, ઔદિચ્‍ય ગઢિયા બ્રહ્મસમાજ યુવક મંડળ, શિવ મિત્ર મંડળ સેન્‍ટ્રલ બેન્‍ક, આશુતોષ મહાદેવ મિત્ર મંડળ, મહાલક્ષ્મી મિત્ર મંડળ, શિવ મિત્ર મંડળ, સૂર્ય નારાયણ મંદિર, સારડા ફોરેકસ, પીપળેશ્વર મહાદેવ મિત્ર મંડળ, જયમાતાજી હોટલ ગ્રુપ, બજરંગ ગ્રુપ- ભોજકભાઈ, શકિત યુવક મંડળ, સેતાવાડ ગજ કેશરી યુવા સંગઠન ગ્રુપ (અવેડિયા મામા) નાગર ચકલા વેપારી એસોસીએશન, ભવાની માતા મિત્ર મંડળ, તુલસી સેવા મંડળ, સતિ માતા મિત્ર મંડળ, હવાઇ ચોક મિત્ર મંડળ, હાટકેશ્વર નાગર બ્રાહ્મણ અને વૈજનાથ મહાદેવ મંદિર પાસે પુષ્‍પવળષ્ટિ, વૈજનાથ એપાર્ટમેન્‍ટના રહેવાસી દ્વારા સુકી ભાજીનો પ્રસાદ, ગિરનારી યુવક મંડળ, શ્રી રામદુત હનુમાનજી મંદિર પાસે મહાદેવ હર મિત્ર મંડળ, યંગ સોશ્‍યલ ગ્રુપ, ઓમકાળેશ્વર ગ્રૂપ, લોહાણા મહાજન સમાજ, શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિ, અજુભાઈ ભરવાડ ગ્રુપ ભરવાડ સમાજ, ગાયત્રી ગરબી મંડળ, ભરતભાઈ ઢાપા, ત્રિશાલી ગ્રુપ મહેન્‍દ્રસિંહ ચૌહાણ,  શુભમ રેસ્‍ટોરન્‍ટ (હિતેન્‍દ્રસિંહ જાડેજા) નિલકંઠ મહાદેવ મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર દ્વારા સક્રિયપણે જોડાઇને ભગવાન શિવજીની પાલખીનું પૂજન અને સ્‍વાગત કરશે.

  આ ભવ્‍ય શિવ શોભાયાત્રામાં જોડાવા અને દર્શનનો લાભ લેવા માટે જામનગરના ધર્મ પ્રેમીઓને હિન્‍દુ ઉત્‍સવ સમિતિના અધ્‍યક્ષ શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ, કાર્યકારી અધ્‍યક્ષ ધીરૂભાઇ કનખરા તેમજ મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્‍ટના પ્રમુખ  રાજેશ વ્‍યાસ (મહાદેવ) ની યાદીમાં જણાવાયું છેજામનગરમાં સતવારા સમાજ (કાલાવડ નાકા બહાર) દ્વારા શોભાયાત્રા દરમિયાન પ્રતિવર્ષ વિશેષ આકર્ષણ ઊભા કરવામાં આવે છે, જેમાં ભગવાન શિવજી ના સુંદર અને આકર્ષક ફલોટ્‍સની સાથે ડી.જે. અને પ્રસાદરથ સહિતના ચાર વાહનો જોડીને શોભા યાત્રાના સમગ્ર રૂટ પર ભગવાન શિવ અને પાર્વતી નું અવતરણ કરીને ભગવાન શિવજીના પાર્વતી વિનાના વિલાપ ના દ્રશ્‍યો ભજવાશે.

 ભસ્‍મ રાસ

 જેના માટે મોટા કદના ૩૦ બાચકા જેટલી ભસ્‍મ સમગ્ર સતવારા સમાજના બહેનોના ઘરમાંથી રસોઈ દરમિયાન એકત્ર થયેલી ભસ્‍મ ને એકત્રિત કરીને તેનો ભસ્‍મરાસ યોજાશે.

 આ ઉપરાંત ૧૩-૧૩ યુવાનોની અલગ અલગ બે ટુકડીઓ બનાવી છે, અને તેઓ દ્વારા આકર્ષક વેશભૂષા ધારણ કરીને સમગ્ર શોભાયાત્રાના રૂટમાં ઠેર ઠેર  તલવાર રાસનું પણ આયોજન કરાયું છે. જે સમગ્ર શોભાયાત્રા ના રૂટમાં આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

૧૮ ફૂટ ઉંચાઈ વાળો રામેશ્વર મંદિર સાથેનો ફલોટ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

જામનગરના ભગવા યોદ્ધા ગ્રુપ દ્વારા મુખ્‍ય કાર્યકર મેરૂભાઈ ની આગેવાનીમાં રાજપાર્ક વિસ્‍તારમાં સર્વે શિવ ભક્‍તો દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ નવું આકર્ષણ ઊભું કરવામાં આવ્‍યું છે. જે ટીમ દ્વારા રામેશ્વરમાં આવેલા વિશાળ કદના શિવમંદિર જેવી જ ૧૮ ફૂટના કદની શિવમંદિરની પ્રતિકળતિ તૈયાર કરવામાં આવી છે, અને તેના માટેનો ખાસ વિશેષ રથ બનાવાયો છે. જે રથમાં મંદિર નું નિર્માણ કરીને રંગબેરંગી લાઈટો થી શુશોભીત કરાયું છે, અને શોભાયાત્રા ની સાથે નગર ભ્રમણ કરશે. જે ફલોટ્‍સ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે.

ઉજ્જેન મંદિરની આબેહુબ પ્રતિકૃતિ

જામનગરના ભગવા રક્ષક ગ્રૂપ દ્વારા ઉજ્જૈન મંદિરની આબેહૂબ પ્રતિકળતિ બનાવીને લોકોના દર્શનાર્થે મુકાશે.

જામનગરના રાજપાર્ક વિસ્‍તારના ભગવા રક્ષક ગ્રુપ કે જેના સંચાલક આકાશભાઈ ની આગેવાની હેઠળ રાજ પાર્ક વિસ્‍તારના જ કેટલાક યુવકો દ્વારા ભગવાન શિવજીનો ઉત્‍સવ મનાવવા માટે આ વખતે પણ વિશેષ આકર્ષણ ઊભું કરાયું છે, અને અને ઉજ્જૈનમાં આવેલા ભગવાન શિવજીના મંદિરની આબેહૂબ ઝાંખી તૈયાર કરાઈ છે.

જેના માટે એક રથ તૈયાર કરીને તેમાં ઉજ્જૈન મંદિર જેવી જ પ્રતિકળતિ બનાવાઇ છે, અને તેને ઝળહળતી લાઈટોથી સજાવીને શોભાયાત્રા ના રૂટ પર જોડવામાં આવશે, અને નગરજનોને આ શિવ મંદિર ના દર્શનનો પણ લાહવો મળશે.

જે મંદિર સાથે સર્વે ભક્‍તોને ફોટોગ્રાફી- વિડિયોગ્રાફી કરવા માટેની તક અપાશે. સાથો સાથ રથ ને ખેંચવા માટેની પણ તક અપાશે.

શિવજીની પાલખીના સ્‍વાગત માટે ભવ્‍ય ઇલેક્‍ટ્રોનિક આતશબાજી કરાશે

જામનગરના સેતાવાડ વિસ્‍તારના ગજ કેસરી યુવા સંગઠન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી મહાશિવરાત્રી ના પર્વની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવે છે, તેમજ ભગવાન શિવજીની પાલખીના સ્‍વાગત માટે પણ પ્રતિવર્ષ વિશેષ આકર્ષણો ઊભા કરાય છે.

જેમાં આ વખતે ભગવાન શિવજીના પાલખીના સ્‍વાગત સમયે ભવ્‍ય ઇલેક્‍ટ્રોનિકસ આતશબાજી ગોઠવવામાં આવી છે. અને જામનગરના શિવ ભક્‍તો માટે અનેરુ આકર્ષણ ઊભું કરાયું છે.

ગજ કેસરી યુવા સંગઠનની ટીમ દ્વારા સેતાવાડ વિસ્‍તારમાં ૨૦ ફૂટ બાય ૨૦ ફુટનું ટ્રસ્‍ટ ઊભું કરાયું છે, જેમાં પ્રથમ ટ્રસ્‍ટમાં કોઇલ ફાયર ગોઠવાઈ છે, જેમાં ૮ ગ્રુપમાં ૬ વખત એટલે કે કુલ ૪૮ કોઈલ ફાયર સાથે ભગવાન શિવજીની પાલખી નું સ્‍વાગત કરાશે. ત્‍યારબાદ બીજું ટ્રસ્‍ટ ગોઠવીને તેમાં રંગબેરંગી લાઈટો ગોઠવી આકાશમાં ઇલેટ્રોનિક્‍સ ના ૪૦ ફાયર કરીને પણ ભવ્‍ય સ્‍વાગત કરી નગરના આકાશને રંગીન બનાવી દેવામાં આવશે. તેમજ ૪૮૦ ક્રેકર ફાયરિંગ કરીને ભગવાન શિવજીની પાલખીને ભવ્‍ય આવકાર અપાશે.

શિવ શોભાયાત્રાનું મુખ્‍ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી

મહાશિવરાત્રી પર્વે નગરમાં પરિભ્રમણ કરનારી શિવ શોભાયાત્રામાં આયોજક સંસ્‍થા દ્વારા પ્રતિવર્ષ અવનવા આકર્ષણો ઉમેરવામાં આવતા હોય છે. આ વર્ષે સવિશેષ આકર્ષણ ભગવાન શ્રી આશુતોષજીની મુખ્‍ય પાલખીનું જ રહેશે. કારણ કે, રજતમઢિત પાલખીમાં રજતના શિવજીની મૂર્તિને શુધ્‍ધ સુવર્ણના અનેક આભૂષણો પરિધાન કરાવવામાં આવશે. શિવ શોભાયાત્રામાં જોડાતી પાલખીમાં બિરાજમાન શિવજીના આશુતોષ સ્‍વરૂપની પ્રતિમા ને લઈને પ્રત્‍યેક ભકતજનો વિશેષ આસ્‍થા ધરાવતા હોય છે. સંપૂર્ણ ચાંદીમાંથી બનાવેલી આ મૂર્તિની સાથે શુધ્‍ધ સોનાના શિવજીના પરંપરાગત અલંકારો લગાડવામાં આવ્‍યા છે.

મહાદેવ હર મિત્ર મંડળ ચેરિટબલ ટ્રસ્‍ટને ભાવિકો દ્વારા ધરવામાં આવેલી રકમ ઉપરાંત પૂર્વ રાજયમંત્રીશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા)ના આર્થિક યોગદાનથી સુવર્ણનું ત્રિશૂલ, ડમરું, ઉપરાંત અન્‍ય શિવ ભક્‍તો દ્વારા લલાટમાં ત્રીજું નેત્ર તેમજ શેષનાગ આશુતોષ ભગવાનને અર્પણ કરવામાં આવ્‍યા છે.

તદ્‌ઉપરાંત જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા મસમોટું સુવર્ણનું છત્ર શિવાર્પણ કરવામાં આવ્‍યું છે. આ મૂર્તિની સાથે સુવર્ણ મઢીત રૂદ્રાક્ષની માળા તથા કુંડળ પણ અર્પણ કરાયેલા છે.

પાલખી સમિતિઃ સંકલન સમિતિઃ અને ફલોટ સમિતી રચાઇ

હિન્‍દુ ઉત્‍સવ સમિતી અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા મહા શિવરાત્રી ના પર્વે યોજાનારી શિવ શોભા યાત્રાના સફળ સંચાલન માટે ૪૬ સભ્‍યોની સંકલન સમિતીની રચના કોઠારી સ્‍વામી ચતુર્ભુજદાસજી મહારાજની હાજરીમાં કરવામાં આવશે, જેના કન્‍વીનર  તેમજ સહ કન્‍વીનર તરીકે ત્રણ સભ્‍યોની નિમણુંક કરવામાં આવશે, તેમજ દિલીપભાઇ આહીર, સંજયભાઇ મુંગરા, જીગરભાઇ રાવલ, પ્રતિકભાઇ ભટ્ટ, પિયુષભાઇ કટેશીયા, રાજેન્‍દ્રસિંહ સોઢા, રમેશભાઇ વેકરીયા, વિનાયક ઠાકર, ધીમંતભાઇ દવે, માંડણભાઇ કેશવાલા, રાજુભાઇ ભુવા, બ્રીજેશ નંદા, સંદીપ વાઢેર, ભાર્ગવ ઠાકર, નંદલાલ કણઝારીયા, પરેશ પીઠડીયા, રાહુલ જોશી, અશોકભાઇ ઠકકર, મનિષભાઇ સોઢા, સંદિપભાઇ વાઢેર, ચંદ્રવદન ત્રિવેદી, કમલેશ પંડયા, દિપક ગાંધી, નિલેશભાઇ આચાર્ય, હેમલ ગુસાણી, કિશનભાઇ ગઢવી, જીમીભાઇ ભરાડ, નિરૂભા જાડેજા, મનોજભાઇ પરમાર, અશોકભાઇ બાલસરા, યોગેશભાઇ જોષી, મયુરભાઇ હરવરા, યજુર્વેન્‍દ્રસિંહ જાડેજા, જીતુભાઇ ગાલા, મિતેષભાઇ મહેતા, ચીરાગ ઓઝા, મહાવિરસિંહ વાળા, યોગેશ ઝાલા, વિપુલભાઇ મંગી, જસ્‍મીનભાઇ વ્‍યાસ, દિપેશ કણઝારીયા, પ્રતીક કટેશીયા, નિヘુિત પંડયા, ઉમેશભાઇ જોષી, દિવ્‍યરાજ ચાવડા, પ્રતિક ભટ્ટ, રાજ ત્રિવેદી, ચિરાગ સોની, કાનાભાઇ મેતા, આશીષભાઇ નકુમ, સંદિપભાઇ સોનગરા, ચિરાગ ઝીંઝુવાડીયા, જયદિપસિંહ જાડેજા, દિપકભાઇ પિલ્લઇ, કિશન ફલીયા, રાહુલભાઇ નંદા, જય બખતરીયા, અભી મદાણી, રાહુલ ચૌહાણ, અમર દવે, વૈભવ રાવલ, સંદિપભાઇ સોલંકી, વિશાલભાઇ પંડયા, નિર્મળભાઇ સોલંકી, અજયભાઇ ગોસ્‍વામી,  વગેરેની નિમણુંક કરવામાં આવી છે. જેઓ દ્વારા સમગ્ર શોભા યાત્રાનું સંચાલન કરવામાં આવશે.

 આ ઉપરાંત ૭૦ સભ્‍યોની પાલખી સમિતિ બનાવાઈ છે, જેઓ દ્વારા સમગ્ર રૂટ પર ખુલ્લા પગે ચાલીને ભગવાન શિવજીની આરાધના કરશે.

જયારે બાકીના અન્‍ય ફલોટ નું સંચાલન કરવા માટે ૨૪ સભ્‍યોની ફલોટ સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેઓ શોભા યાત્રાના રૂટ પર તમામ ફલોટ્‍સ નું સંચાલન કરશે

(1:53 PM IST)