News of Monday, 24th February 2025
પોરબંદરની તરણ સ્પર્ધામાં બાળકથી લઇ વૃધ્ધજનોએ ભાગ લીધો

પ કી.મી. તરણ સ્પર્ધા ૬૦ થી ઉપરની વયમાં પ્રેમજીભાઇ પોસ્તરીયા, ૬ થી ૧૪ વર્ષની વયમાં બંસી માંડલીયા (ગર્લ્સ) મોહમદ સાદીકોટ (બોયઝ), પ કી.મી. ૪૦ થી ૬૦ વર્ષની વય બહેનોની સ્પર્ધામાં દક્ષાબેન ચામડીયા પ્રથમ વિજેતા
પોરબંદરઃ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ઓપન પોરબંદર સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૬ વર્ષના બાળકથી લઈ ૮૦ વર્ષના વળદ્ધ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં ૧ કિ.મી.ના સ્પર્ધામાં અલગ-અલગ વય જુથ જેમાં ૬ થી ૧૪, ૧૪ થી ૪૦, ૪૦ થી ૬૦ અને ૬૦થી ઉપરનાં ભાઈઓ-બહેનોની આ સ્પર્ધામાં ૧૦૦થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. તેમજ પાંચ કિ.મી.ની સ્પર્ધા અલગ-અલગ વય જુથ જેમાં ૬ થી ૧૪, ૧૪ થી ૪૦, ૪૦ થી ૬૦ અને ૬૦થી ઉપરનાં ભાઈઓ-બહેનોની યોજાયેલ આ સ્પર્ધામાં કુલ ૪૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં છ વર્ષના બાળકથી લઈ ૮૦ વર્ષના સુધીનાએ પાંચ કિ.મી. સ્વિમિંગ પૂર્ણ કરેલ હતું. તમામ સ્પર્ધકો માટે રેસ્કયુની ખુબ સારી વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. પાંચ કિ.મી.માં ૧૪ થી ૪૦માં પ્રથમ નંબરે જયદીપ કીથોરિયા, દ્વિતીય નંબરે જયમલ ઓડેદરા, તળતીય નંબરે પાર્થ સોલંકી રહ્યા હતા તેમજ પાંચ કિલોમીટરમાં ૪૦ થી ૬૦માં પ્રથમ નંબરે દિનેશ પરમાર, દ્વિતીય નંબરે જગદીશ પુરોહિત, તળતીય નંબરે જયેશ પોસ્તરીયા રહ્યા હતા. પાંચ કિ.મી.માં ૬૦થી ઉપરની વયમાં પ્રથમ નંબરે પ્રેમજીભાઈ પોસ્તરીયા, દ્વિતીય નંબરે ગોપાલભાઈ કોટિયા, તળતીય નંબરે બાબુભાઈ મચ્છવારા રહ્યા હતા. ૬ થી ૧૪ની વયમાં પ્રથમ નંબરે બંસી માંડલિયા (ગર્લ્સ), પ્રથમ નંબરે બોયઝમાં મોહમ્મદ સાદીકોટ, દ્વિતીય નંબરે હિતેન પરમાર, તળતીય નંબરે હર્ષ સાલુન્કે રહ્યા હતા. પાંચ કિ.મી.માં ૪૦ થી ૬૦ની વયના બહેનોમાં પ્રથમ દક્ષાબેન ચામડિયા, દ્વિતીય ભાવનાબેન ચામડિયા, તળતીય અલ્પાબેન મજીઠીયા રહ્યા હતા. તરણ સ્પર્ધા યોજાઇ તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
