<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

ધોરાજી નસીબ ચોકમાં ૨૪ કલાક પોલીસ ચોકી ચાલુ રાખવાનો આદેશ

ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશન ખાતે જિલ્લા પોલીસવડા હિમકરસિંહનો લોકદરબાર યોજાયો બંધ પડેલી ચાર પોલીસ ચોકીને ચાલુ કરવાઃ સીટી પોલીસ સ્‍ટેશનની હદ નગરપાલિકાની હદ જેટલી રાખવાઃ પછાત વિસ્‍તારોમાં સીસીટીવી કેમેરા રાખવાની માંગણી

ધોરાજી તા.૨૪: રાજકોટ જિલ્લાના નવા આવેલા પોલીસ વડા હિમકરસિંહએ ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશન ખાતે પોલીસ લોક દરબાર યોજયો હતો તેમજ પોલીસ પેરેડ અને વાર્ષિક ઇન્‍સ્‍પેક્‍શન ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશન અને તાલુકા પોલીસ સ્‍ટેશનનું કરવામાં આવ્‍યું હતું

આ પ્રસંગે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરાએ રજૂઆત કરતા જણાવેલ કે ધોરાજી શહેરમાં કુલ ચાર પોલીસ ચોકીઓ આવેલી છે જે બાબતે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી એ પોલીસ ચોકી શરૂ થઈ નથી આ વિસ્‍તારના અને બીટ વિસ્‍તારના લોકોને પોલીસ સ્‍ટેશન સુધી ધકાનો ખાવા પડે તે માટે આ સુવિધા ચાલુ કરવામાં આવે તો સારી વાત છે.

જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ તાત્‍કાલિક ઉકેલ લાવવાનું ધોરાજી સીટી પીઆઈને જણાવેલું હતું અને જે વિસ્‍તારના બીટ જમાદારો છે એમને પોલીસ સ્‍ટેશનની બદલે પોલીસ ચોકીઓમાં જ રહેવાનું ખાસ જણાવેલું હતું.

ધોરાજી મેઘવાળ સમાજના પ્રમુખ અશોકભાઈ સોંદરવાએ જણાવેલ કે ધોરાજીના પછાત વિસ્‍તારોમાં વધારે પડતા ગુનાઓ બનતા હોય છે ત્‍યારે આ વિસ્‍તારની અંદર સીસીટીવી કેમેરાનો વધારેમાં વધારે ઉપયોગ કરવામાં આવે તેવી માગણી કરી હતી

જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ જણાવેલ કે સીસીટીવી કેમેરાથી પોલીસને ઘણો જ ફાયદો થતો હોય છે અને ગુનાનો તાત્‍કાલિક ભેદ ઉકેલાતો હોય છે એટલે હાલમાં જે ધોરાજીમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્‍યા છે તે લોક ફાળાથી નાખવામાં આવ્‍યા હતા. હવે રાજ્‍ય સરકારની યોજના અમલમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ ધોરાજીમાં પછાત વિસ્‍તારો અને તેમજ બાકીના જે રહી ગયા છે તમામ વિસ્‍તારોમાં સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે જે રાજ્‍ય સરકારની ગ્રાન્‍ટ માંથી ફીટ થશે તેમજ ધોરાજી ઉપલેટા જેતપુર જામકંડોણા ગોંડલ વિગેરે સિટીમાં પણ સીસીટીવી કેમેરાનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવશે.

અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ એ રજૂઆત કરતા જણાવેલ કે ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશનની હદ અને તાલુકા પોલીસ સ્‍ટેશનની હદમાં વિવાદ સર્જાઇ રહ્યો છે ધોરાજી નગરપાલિકાની જે ઙ્કકારની હદ છે એ પ્રકારે ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશનની હદ હોય તો ફરિયાદ કરનાર તમામ લોકોને ધક્કા મટી જાય અને યોગ્‍ય ફરિયાદનો નિર્ણય તાત્‍કાલિક આવી શકે આ માટે ધોરાજી નગરપાલિકાની હદ જુનાગઢના રેલવે ફાટક સુધી છે બાકીનો રેલવે ફાટકથી પ્‍લાસ્‍ટિક એસોસીએશન ૪૦૦ કારખાના આવેલા છે તે હદ તાલુકા પોલીસ સ્‍ટેશનમાં જાય છે વાસ્‍તવિક માટે ધોરાજી નગરપાલિકામાં આવતી હોય છે એવી જ રીતે ઉપલેટા રોડ જમનાવડ રોડ જેતપુર રોડ અને જામકંડોરણા રોડ વિસ્‍તારમાં પણ શહેર અને તાલુકા પોલીસ સ્‍ટેશન આવતું હોય છે તો ધોરાજી નગરપાલિકાની જે પ્રકારની હદ આવેલી છે એ હદમાં ધોરાજી સીટી પોલીસ સ્‍ટેશનની હદ આવે તે પ્રકારે રજૂઆત કરી હતી.

આ સમયે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ જવાબ આપતા જણાવેલ કે કિશોરભાઈ રાઠોડનો પ્રશ્ન ખૂબ જ મહત્‍વનો છે જ્‍યારે હું અમરેલી જિલ્લા પોલીસવડા તરીકે હતો ત્‍યારે સાવરકુંડલા તેમજ અમરલીના ઘણા બધા ગામો માં પણ આ જ પ્રશ્નો હતા વર્ષોથી નગરપાલિકાની હદ જૂની હોય ત્‍યારે પોલીસ સ્‍ટેશન બન્‍યા હોય અને નવી હદ વધી હોય ત્‍યારે એ હદના પ્રોબ્‍લેમ થતા હોય છે ત્‍યારે મેં એ વિસ્‍તારના પણ રાજ્‍ય સરકારને રજૂઆત કરીને સીટી પોલીસ સ્‍ટેશનના હદ વધારવામાં આવ્‍યા હતા. આ જ પ્રકારે અમે પણ ધોરાજી નગરપાલિકાની જે પ્રકારની હદ છે એ હદ પ્રમાણે સીટી પોલીસ સ્‍ટેશનની હદ આવે તે માટે અમો તાત્‍કાલિક ધોરાજી પીઆઇ ને દરખાસ્‍ત કરવાનો હું જણાવું છું અને એ દરખાસ્‍ત જિલ્લા લેવલથી ગાંધીનગર ખાતે રવાના કરી દેશું તાત્‍કાલિક છ મહિનામાં ઉકેલ આવે તે પ્રકારે અમો પ્રયત્‍ન કરીશું સાથે સાથે ધોરાજી ઉપલેટા જેતપુર અને ગોંડલ ત્‍યાં પણ શહેર અને તાલુકા પોલીસ સ્‍ટેશન આવેલા છે તો પોલીસ સ્‍ટેશનની હદની પણ સાથે સાથે રાજ્‍ય સરકારને રજૂઆત કરવામાં આવશે તેમજ ધોરાજીમાં નવા ડિવિઝનમાં ડેપ્‍યુટી એસપી તરીકે આઇપીએસ અધિકારીને મૂકવામાં આવ્‍યા છે લોકોના ઘણા બધા પ્રશ્નોનો સમાધાન થઈ જશે.

ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ ટ્રાફિક ના ઙ્ક‘ો રજૂઆત કરતા જણાવેલ કે ધોરાજીના ગેલેક્‍સી ચોક જેતપુર રોડ થી સરદાર ચોક જેતપુર રોડ સુધી ટ્રાફિકની મોટી સમસ્‍યાઓ છે હાલમાં ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા આવી રહી છે ત્‍યારે આ રોડ ઉપરથી વિદ્યાર્થીઓને પણ પસાર થવું ખૂબજ મુશ્‍કેલ થતું હોય છે અને નગરપાલિકાની જે ફૂટપાટ છે એ મેળ વગરની છે જો એમને નીચે ઉતારીને નાની કરવામાં આવે તો રોડ મોટો થશે અને મોટરસાયકલ દુકાનદારો પોતાના સાઇડમાં ઊભા રાખી શકશે અને આ સમયે રોડની જગ્‍યા સારી મળશે તો ટ્રાફિકની સમસ્‍યા હાલ થશે તે બાબતે પણ રજૂઆત કરી હતી.

જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એ ટ્રાફિકના પ્રશ્ન બાબતે જણાવેલ કે પોલીસ આ બાબતે સક્રિયતાથી કામ કરશે અને ફૂટપાટનો જ પ્રશ્ન છે એ નગરપાલિકા નો પ્રશ્ન આવશે આમાં પણ અમારા લેવલે ધોરાજી નગરપાલિકાને આ બાબતે રજૂઆત કરીશું જેમ બને તેમ તાત્‍કાલિક ટ્રાફિકની સમસ્‍યા હલ થાય તે બાબતની ખાતરી આપી હતી. આ સાથે ધોરાજી નગરપાલિકાના સદસ્‍યશ્રીઓ તેમજ અન્‍ય આગેવાનોએ પણ વિવિધ રજૂઆત કરી હતી

અસામાજિક તત્‍વો સામે લાલ આંખ  કરતા જિલ્લા પોલીસ વડાએ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં કોઈ પણ જગ્‍યાએ ગુંડાગીરી ચલાવવામાં નહીં આવે જે લોકોની ગુનાહિત ઇતિહાસ છે તેવા ગુનેગારો વધે નહીં તે માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે હાલમાં બે ગુનાહિત પ્રવળત્તિ ધરાવતા લોકોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે તેમજ હદપાર સુધીના કાર્યવાહી પણ ચાલુ થઈ ગઈ છે તેમજ વધુ ગુનાહિત પ્રવળત્તિ ધરાવતા ગુનેગારો સામે પણ ગુસ્‍સી કોર્ટની પણ કાર્યવાહી કરવામાં આવશે.

 આ સાથે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહનો નવા આવેલા આઇપીએસ અધિકારી સિમરન ભારદ્વાજ દ્વારા મોમેન્‍ટો આપીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું તેમજ ધોરાજીના પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રવિ ગોધમ દ્વારા જિલ્લા પોલીસ વડાનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું

(2:05 PM IST)