<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

"મેરા પરિવાર પોરબંદર મેં એક પાર્ટી પ્લોટ લોન્ચ કર રહા હૈ, જહા રાજસ્થાન કી રેત હૈ, ગોવા કા સમંદર હૈ, માઉન્ટ આબુ કા સનસેટ પોઇન્ટ હે, ઓર ગુજરાત કી ખાનગી પાર્ટી હૈ, જિસકા મે લીગલ એડવોકેટ હું, સબ કી જવાબદારી મેરી હૈ, જગદીશ માધવ મોતીવરસ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ, પોરબંદર" : સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયો એ મચાવ્યો ખળભળાટ : જુઓ વિડિઓ

જાહેરાત કરનાર સામે પોરબંદર ના એસ.પી. પગલા ભરી વરઘોડો કાઢશે કે કેમ? ગાંધીવાદીઓએ ઉઠાવ્યો સવાલ

(પરેશ પારેખ દ્વારા)પોરબંદર તા.૨૪ : પોરબંદર ગાંધી જન્મભૂમિમા હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડિઓ એ ભારે તહેલકો મચાવી દીધો છે.

સોશ્યલ મીડિયા માં વાયરલ થઈ રહેલ વિડિઓ માં દરિયા કિનારે ઉભા રહીને  ટેબલ ઉપર દારૂ અને પાણી ની બોટલ, ગ્લાસ રાખેલા છે અને બોલી રહ્યા છ છે કે, "મેરા પરિવાર પોરબંદર મેં એક પાર્ટી પ્લોટ લોન્ચ કર રહા હૈ, જહા રાજસ્થાન કી રેત હૈ, ગોવા કા સમંદર હૈ, માઉન્ટ આબુ કા સનસેટ પોઇન્ટ હે, ઓર ગુજરાત કી ખાનગી પાર્ટી હૈ, જિસકા મે લીગલ એડવોકેટ હું, સબ કી જવાબદારી મેરી હૈ, જગદીશ માધવ મોતીવરસ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ, પોરબંદર"આ પ્રકારના સંવાદ સાથેના વિડિઓ ને લઈ ને ગાંધીપ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

   પોરબંદરના એસ. પી. યોગ્ય ફરિયાદ નોંધી વરઘોડો કાઢશે કે કેમ ? તેવા સવાલો ઊભા થયા છે.

(2:44 PM IST)