<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

મોરબીમાં માતા-પિતાની લગ્નની વર્ષગાંઠ નિમિતે પુત્રએ ફ્રી મેડીકલ કેમ્પ યોજી ઉજવણી કરી

દરેક દર્દીનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે દર્દી નું બ્લડ સુગર તેમજ બીપી ચેક અપ કરી આપવામાં આવેલ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : નાના દાનવીર રુદ્ર દ્વારા પોતાના તથા  મમ્મીના જન્મ દિવસ અને મમ્મી પપ્પા ના લગ્ન દિવસ ની ઉજવણી નું સતત 8 વર્ષ થી આયોજન કરવામાં આવે છે તારીખ ૨3/2/૨૫  ના ડૉ હસ્તીબેન મહેતાના એક દિવસીય કેમ્પ નું આયોજન શ્રીમતી રૂચિતા દર્શન ભટ્ટ ના લગ્નની વર્ષગાંઠ,પુત્ર રુદ્ર તેમજ માતા રુચિતા ના  જન્મદિવસ નું ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન મહિલા પોલીસ સ્ટેશન,સબજેલ સામે,મોરબી ખાતે એક દિવસીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

જેમાં દરેક દર્દીનું વજન કરી ત્રણ દિવસની દવા સાથે દર્દી નું બ્લડ સુગર તેમજ બીપી ચેક અપ  કરી  આપવામાં આવેલ.આ કેમ્પ શ્રી જયસુખ ભાઈ ભાલોડિયા દ્વારા વા,સાંધા,ઘૂંટણ, ના દર્દી ઓને પોઇન્ટ ની વિશેષ સારવાર આપીને ૫૦ જેટલા દર્દીને રાહતનો અહેસાસ થયો.
 આ કેમ્પને સફળ બનાવવા મહિલા પી.આઇ.લખધીરકા મેડમ, પી.એસ.આઇ ડાંગર,પોલીસ કોન્સેટેબલ સગતભાઈ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ જ્યોત્સના બેને જહેમત ઉઠાવીને સુદર રીતે કાર્યવાહી કરેલ. કેમ્પ સહાયક રશ્મિનભાઇ દેસાઈ,  કેતનભાઈ મેહતા, દર્શન ત્રીવેદી, કૌશિકા રાવલ, ઋચિતા ભટ્ટ, જનક ભટ્ટ તેમજ કોઠારીભાઈએ સેવા આપી હતી.

(6:59 PM IST)