<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું :ભવનાથના સમગ્ર વિસ્તારમાં શિવમય માહોલ

શિવરાત્રિના મેળામાં શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર : મહાશિવરાત્રિના મેળામાં સંતો દ્વારા મૃગીકુંડમાં શાહી સ્નાનનું અલગ જ મહત્વ

જૂનાગઢ : દેવાધી દેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રિને હવે માત્ર 2 દિવસ જ વાર છે. ત્યારે જુનાગઢમાં મહાશિવરાત્રિના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે શિવરાત્રિના મેળાના 3 દિવસે ભાવિ ભક્તો ભવનાથ મહાદેવના દર્શને ઉમટ્યા છે. ભવનાથ પંથક શિવમય માહોલમાં છે. લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટીમાં આવી પહોંચ્યા છે. 

   શિવરાત્રિના મેળામાં શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર હોય છે. મહાશિવરાત્રિના મેળામાં સંતો દ્વારા મૃગીકુંડમાં શાહી સ્નાનનું અલગ જ મહત્વ છે. એવું મનાઈ છે કે શાહી સ્નાન સમયે અનેક અલૌકિક જીવ ભગવાન શિવ રૂપે જ ભવનાથમાં આવે છે. શિવ રૂપે સંતો દ્વારા મૃગી કુંડામાં શાહી સ્નાન કરવામાં આવે છે. 

મહાશિવરાત્રિના ત્રીજા દિવસે જ લોકોની મોટી સંખ્યામાં ભીડ ભવનાથ મહાદેવના દર્શને આવી રહ્યા છે. ત્યારે હજુ પણ આગામી 2 દિવસમાં ભાવિ ભક્તોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. ખાસ મહાશિવરાત્રીના અવસરે ભાવિકોનું ઘોડાપૂર ભવનાથ પંથકમાં ઉમટી પડશે.

(7:43 PM IST)