News of Monday, 24th February 2025
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મહોત્સવનો પ્રથમ દિવસ : ડો. સોનલ માનસિંહ દ્વારા સોમનાથનો ઈતિહાસ તાદ્રશ્ય કરતા ‘હર હર મહાદેવ’ નાટકની પ્રસ્તુતિ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
ભગવાન સોમનાથ મહાદેવના ઈતિહાસ અને મહાદેવના જીવન-કવનને પ્રતિબિંબિત કરતું અદ્વિતીય નૃત્ય-નાટક 'હર હર મહાદેવ’ની પ્રસ્તુતિમાં ભગવાન શિવની મહાગાથાનું આલેખન કરાયું

ગીર સોમનાથ તા.૨૪
કલા દ્વારા આરાધનાના ‘સોમનાથ મહોત્સવ’ના પ્રથમ દિવસે પદ્મવિભૂષણથી સન્માનિત ડો. સોનલ માનસિંહે સોમનાથનો ઈતિહાસ તાદ્રશ્ય કરાવતા ‘હર હર મહાદેવ’ નાટકની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાસભર આ પ્રસ્તુતિને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ માણી હતી.
ભગવાન સોમનાથના ઈતિહાસ અને મહાદેવના જીવન-કવનને પ્રતિબિંબિત કરતું અદ્વિતીય નૃત્ય-નાટક 'હર હર મહાદેવ’ની પ્રસ્તુતિમાં ભગવાન શિવની મહાગાથાનું આલેખન કરાયું હતું.
ભક્તિ, સંગીત અને વાર્તા કથનના માધ્યમથી ‘ગંગા અવતરણ’, ‘શિવ તાંડવ’ સહિતની રચનાઓથી ડો. સોનલ માનસિંહ અને સમગ્ર ટીમે શિવ સ્વરૂપને જીવંત બનાવ્યું હતું.
આ તકે, પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય પ્રદ્યુમનભાઈ વાજા, શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે .ડી પરમાર, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન રમેશ મેરજા, અગ્રણીઓ ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, રાજશીભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(9:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
