News of Monday, 24th February 2025
આવતી કાલે ધ્રોલ તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ
૩૭ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડશે : માનવ મહેરામણ ઉમટી પડશે

ધ્રોલ તાલુકાના ગોપાલક સમૂહ લગ્ન સેવા સમિતિ દ્વારા ૧૨ મો સમુહ લગ્નોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ૧૨માં સમૂહ લ૫ગ્ન માં ૩૭ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે..
ધ્રોલના ખારવા પાસે આવેલ નાગબાઈ માતાજીના મંદિર ખાતે રાખવામાં આવ્યું છે આ સમૂહ લગ્નોત્સવ પ.પૂ વંદનીય સંતો શ્રી ની પરધમણી પરમ પૂજ્ય સંત શ્રી ઘનશ્યામ પુરી સમસ્ત ભરવાડ સમાજ ધર્મગુરુ, મહંત શ્રી બાલારામ બાપુ સંત શ્રી મુડવાનાથ ની જગ્યા બેડ દ્વારકા સહિતના સંતો મહંતો નવદંપતીઓ ને આશિર્વાદ આપશે આ સમૂહ લગ્નોત્સવ ૨૫/૨/૨૦૨૫ ને મંગળવારના જાન આગમન સવારે ૬ કલાકે હસ્તમેળાપ સવારે ૯:૩૦ કલાકે ભોજન સમારંભ ૧૧:૩૦ કલાકે વિદાય સમારંભ ૨:૧૫ મિનિટે રાખવામાં આવ્યું છે. આ સમુહ લગ્નોત્સવ નુ ધ્રોલ તાલુકા સમસ્ત ભરવાડ સમાજ, ધ્રોલ તાલુકા ગોપાલક સમૂહ લગ્નોત્સવ સેવા સમિતિ ખારવા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.(સંજય ડાંગર ધ્રોલ )
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
