<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

જૂનાગઢ‘‘અકિલા''ના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર ચિ. વિરલ ની જીવનભાઇ તેરૈયાની સુપુત્રી ચિ.મયુરી સાથે શુભ સગાઇ : સાધુ સંતો અને આગેવાનોની પ્રેરક ઉપસ્‍થિતિ

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લાના અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તથા અ.સો. મીતાબેનના સુપુત્રી ચિ. વિરલ હાલ ન્‍યુઝીલેન્‍ડ ના ઓકલેન્‍ડ સીટીમાં પેકએનએન્‍ડ સેવ કંપનીમાં કુડસ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેની સારીકામગીરીને ધ્‍યાનમાં લઇ ત્‍યાંની સરકાર દ્વારા કાયમી નાગરીકત્‍વ મળેલ છે જેની તા.૨૩ ફેબ્રુઆરીને રવિવારના રોજ શુભસગાઇ મેંદરડા નિવાસી જીવનભાઇ મોહનભઇ તેરૈયાતથા અ.સો. મીનાબેનની સુપુત્રી ચિ. મયુરી (એમ એસ સી મેડીકલ લેબોરેટરી ટેકનીશ્‍યન)સાથે મેંદરડા પ્રજાપતિ સમાજ ખાતે યોજાઇ હતી. ‘‘અકિલા'' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ ટેલીફોનીક શુભેચ્‍છા પાઠવી હતી જેમાં રાજગોર બ્રાહમણ જ્ઞાતિ સેવાસંઘના પ્રમુખ બંકિમભાઇ મહેતા મહામંત્રી સંજયભાઇ દવે તથા જૂનાગઢના ડો. ડી.પી.ચિખલીયા કેળવણી કાર કે.ડી. પંડયા રિબડાના સત્‍યજીત સિંહ (સતુભા) અનિરૂધ્‍ધસિંહ જાડેજા જૂનાગઢ રાજગોર બ્રાહમણ યુવક મંડળના મોભી અશોકભાઇ પંડયા પ્રમુખ કમલેશભાઇ ભરાડ તેમજ કોપોરેશન વોર્ડ નં. ૯  ના કોપોરેટર અશ્વિનભાઇ ભારાઇ જગદિશભાઇ દવે રામજીભાઇ ભરાડ વિશાલ ધ ગ્રીન વુડ રિર્સોટના માલીક બળવંતભાઇ ધામી એડવોકેટ શશીકાન્‍તભાઇ બોરીચાંગર તેમજ સાધુ સંતોમાં મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત. પુ. સુખરામદાસ બાપુ અને તોરણીયા નકલંક ધામના પુ. રાજેન્‍દ્રદાસબાપુ જૂનાગઢ ઋષિરાજ આશ્રમના મહંત. પુ. બલરામદાસબાપુ પુ. મહેશ્વરી દેવીજી ચલાળા ગાયત્રી સંસ્‍કાર ધામના પુ.રતિદાસ સહિતના સંતોએ આશિવર્ચન આપ્‍યા હતા. તેમજ જોષી પરિવારના માતુશ્રી ગં.સ્‍વ. વિજયાબેન શિવલાલભાઇ તેમજ નિવૃત પોસ્‍ટમાસ્‍તર પરસોતમભાઇ કે જોષી ગિરાબેન સૂર્યકાન્‍ત જોષી તથા ઋષિતા મહેશકુમાર જોષી (સાઉદી અરેબીય) અભિષેક એસ જોષી તેમજ મધુબેન દિનેશકુમાર તેરૈયા ભૂમિકા, શ્રેયાકુમાર વ્‍યાસ અંવતિકા કલ્‍પિત તેરૈયા અને પોરબંદરના હરદાસભાઇ ઓડેદરા પ્રભાશંકરભાઇ ભરાડ તથા રાજકોટના ઉર્મિલાબેન હિતેષ કુમાર મહેતા  જાગૃતિબેન જગદિશકુમાર તેરૈયા શૈલેષભાઇ પંડયા શાસ્‍ત્રી દિનેશભાઇ મહેતા સહિત વિવિધ સમાજના આગેવાનોએ આ પ્રસંગે ઉપસ્‍થિત રહી આર્શિવાદ અને શુભેચ્‍છા પાઠવી હતી.  (૩.૬)

(10:26 AM IST)