<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

મહાકુંભમાં ભરત સુતરીયા, કૌશિક વેકરીયા, જનક તળાવીયાએ સ્‍નાન કર્યુ

અમરેલી : પ્રયાગરાજ વિશ્વભરમાં પ્રસિદ્ધ પ્રયાગરાજ કુંભ મેળો, જે ગંગા, યમુના અને અદૃશ્‍ય સરસ્‍વતી નદીઓના પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે યોજાય છે, તેમાં આજે અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાએ પવિત્ર તાાન કરી શ્રદ્ધા અર્પણ કરી હતી. આ તકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્‍ય દંડક અને અમરેલીના ધારાસભ્‍ય કૌશિક વેકરીયા અને લાઠી બાબરા ના ધારાસભ્‍ય જનક તળાવીયા સહીત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા  તેમણે પવિત્ર તાાન કરી, વિવિધ સાધુ-સંતો અને અખાડાઓની મુલાકાત લીધી અને આશીર્વાદ મેળવ્‍યા. સાંસદશ્રીએ જણાવ્‍યું કે પ્રયાગરાજ કુંભ મેળો માત્ર એક મેળો નહીં, પણ ભક્‍તિ, શ્રદ્ધા અને સંસ્‍કળતિનો મહાસંગ્રહ છે. ત્રિવેણી સંગમમાં તાાન કરવાથી આત્‍મશુદ્ધિ થાય છે અને હું પ્રભુ સમક્ષ પ્રાર્થના કરું છું કે રાષ્‍ટ્ર પ્રગતિ કરે, પ્રજાજનો સુખી-સમળદ્ધ બને. નાયબ મુખ્‍ય દંડક કૌશિક વેકરીયાએ જણાવ્‍યું કેઃ કુંભ મેળો માત્ર ધાર્મિક તહેવાર નથી, તે ભારતીય પરંપરા અને સંસ્‍કળતિની ભવ્‍યતા વિશ્વને દર્શાવતો એક મહોત્‍સવ છે. આ મેળો ભારતીય જનતાની એકતા, સંસ્‍કળતિ અને અધ્‍યાત્‍મની શક્‍તિનો પરિચય કરાવે છે. લાઠી-બાબરા ના ધારાસભ્‍ય જનક તળાવીયાએ જણાવ્‍યું કેઃ પ્રયાગરાજ કુંભ મેળો એ આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક એકતાનું અનોખું ઙ્કતિક છે. શ્રદ્ધા અને ભક્‍તિ જીવનમાં શાંતિ અને સમળદ્ધિ લાવે છે. આ તીર્થયાત્રા દ્વારા આપણે સંસ્‍કળતિના સાચા મૂલ્‍યો અપનાવવા માટે પ્રેરાઈએ છીએ.  કુંભ મેળો હિંદુ સંસ્‍કળતિનું વૈશ્વિક ગૌરવ છે. વિશ્વના તમામ ખૂણાઓમાંથી લોકો આ પવિત્ર તીર્થસ્‍થળ પર સુખ-સમળદ્ધિ અને મોક્ષ માટે આવતા હોય છે. આમ, આ મેળો ભારતની ધર્મ-સંસ્‍કળતિની વિરાસત અને ભક્‍તિ પરંપરાનું જીવંત પ્રતિક છે. (તસ્‍વીર-અહેવાલ : અરવિંદ નિર્મળ -અમરેલી) (પ-૭)

(10:30 AM IST)