તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
હરહર મહાદેવ... કાલે મહાશિવરાત્રી પર્વની ભકિતભાવથી ઉજવણી થશે
શિવ મંદિરોમાં પૂજન, અર્ચન, ધુન, મહાપ્રસાદ, ભાંગ વિતરણ સહિતના કાર્યક્રમોમાં ભાવિકો જોડાશે

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે મહાશિવરાત્રી નિમિતે અનેકવિધ ધાર્મિક
કાર્યક્રમો યોજાશે.
ગામે-ગામ
શિવ
મંદિરોમાં ભાવિકો દ્વારા શિવજી ભગવાનનું વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવશે. અને હર...હર... મહાદેવના નાદ ગુંજી ઉઠશે. શિવ મંદિરોમાં ધુન, ભજન, કિર્તન સહિતના કાર્યક્રમો યોજાશે.
ગોંડલ
ગોંડલમાં પવિત્ર મહાશિવરાત્રીના દિને તા. ૨૬ ને બુધવારે ઠેરઠેર ભગવાન શ્રી શિવજીના મંદિરોમાં શિવભકતોની સવારથી જ પુજન - અર્ચન -દર્શન-દિપમાળાラઆરતીઓ માટે પુરા દિવસ દરમ્યાન રાત્રી સુધી ખુબજ ભીડ રહે છે. પ્રસિધ્ધ શ્રી શિવમંદિરો, શ્રી સુરેશ્વર મંદિર, શ્રી કુબેરનાથ મહાદેવ મંદિર, શ્રી નિલકંઠ મંદિર, શ્રી જાગનાથ મંદિર, શ્રી હાટકેશ્વર મંદિર, શ્રી મંગલેશ્વર, શ્રી પીપળેશ્વર, શ્રી રામેશ્વર મંદિર, શ્રી તત્રેશ્વર મંદિર, શ્રી ભીડભંજન મંદિર, શ્રી જડેશ્વર મંદિર, શ્રી મુકતેશ્વર મંદિર, શ્રી નાગનાથ મંદિર, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, શ્રી ધારેશ્વર મંદિર વગેરે શ્રી શિવજીના મંદિરોમાં પુજારીઓ -/ભૂદેવો, મહંતો, ભક્તો અભિષેક લઘુરૂદ્ર, આરતીઓ, દિપમાળાઓ, મહાપુજાનો ધર્મલાભ આપે છે, શિવભક્તો મેળવે છે, ગોંડલ શિવમયી વાતાવરણ ખડું થાય છે તેમ શ્રી શિવ પરિવારના અગ્રણી શ્રી દિનેશચંદ્ર વી. જીવરાજાનીની યાદી જણાવે છે.
તેમજ શ્રી શિવ પરિવાર દ્વારા શ્રી ભીડભંજન મહાદેવના મંદિરમાં રાત્રીના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ભવ્ય ધૂન સંક્તિનનો કાર્યક્રમ યોજાએલ છે. પ્રસાદ અને મહાઆરતી થશે. જેમાં શિવભકતો શ્રી નિર્મળસિંહજી, શ્રી શાસત્રી ભજનીક, નટુભાઈ રાવલ, ભીખુભા જાડેજા, જયકરભાઈ ખજુરવાળા, ધ્રુવકુમાર, ગૌતમ, મહેશભાઈ, બીપીનભાઈ રાવલ, પ્રણવજી તેમજ અરવિંદભાઈ પટેલ, રાજકોટથી કિરીટ પોપટ, કિશોર ભગત, દેવાંગભાઈ, કમલ ચંદારાણા વગેરે ઉપસ્થિત રહેનાર છે અને દરેક પ્રહરોની મહાપુજાઓ થશે તેમ પુજારી શ્રી વસંત મહારાજ, કમલજીની યાદીમાં જણાવે છે.
ધારી
ધારી : અમરેલી જીલ્લામાં ધારી મુકામે શેત્રુંજી નદીને કાંઠે નબાપરામાં ૫૦૦ વર્ષો પુરાણું સુપ્રસિદ્ધ યાત્રાસ્થળ, દર્શનીય પાર્વતીપરમેશ્વરધામ શ્રીજીવનમુક્તેશ્વર મહાદેવ આશ્રમમાં બુધવારે મહાશિવરાત્રી મહોત્સવ ઉજવાશે. શિવમંદિરમાં કૈલાસદર્શન,પુષ્પશળંગાર,કલાત્મક રંગોળી અને વષાાલંકારોની દર્શનીય શોભા થશે.
શિવજીને બિલીપત્ર, જળ,પુષ્પો તથા વિવિધ ધાન્યોનો અભિષેક થશે. ભાવિકો દ્વારા મહાદેવજીની સામૂહિક ભાવવંદના થશે. બપોરે ૧૨-૦૦ કલાકે મહાઆરતી થશે અને પવિત્ર,સુમધુર ભાંગની પ્રસાદીનું વિતરણ થશે. સવારે ૮-૦૦ થી સાંજે ૫-૦૦ સુધી હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ,
શિવપૂજન-અર્ચન અને રુદ્રાભિષેકનો ભાવિકો ધર્મલાભ લેશે.
આ તકે વિવિધ દાતાઓના સહયોગથી ફરાળી પ્રસાદીવિતરણનું આયોજન કરેલ છે. દર્શનનો સમય સવારે ૬-૦૦ થી રાત્રિના ૧૦-૦૦ વાગ્યા સુધીનો રહેશે.સાંજે ૭-૦૦ વાગ્યે ૧૦૮ દિવાઓની મહાઆરતી થશે. જેમાં ધારીના શૈક્ષણિક, સામાજિક અને રાજકીય અગ્રણીઓ, વ્યાપારી અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહેશે. અત્રે ઍ ઉલ્લેખનીયછેક શિવલિંગની સાથોસાથ શિવપાર્વતીનું સજોડે પ્રાણપ્રતિષ્ઠાયુક્ત મૂર્તિમંત સ્વરૂપ બિરાજમાન હોય તેવું સૌરાષ્ટ્રનું આ ઍક માત્ર અજોડ શિવાલયછે. આ પાવન ભૂમિમાં બ્રહ્મ લીન ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજે ભાગવતજીનું અનુષ્ઠાન કરેલછે. પૂ.ગિરધરબાપા ભટ્ટજીના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ આ પૌરાણિક શિવમંદિરે ભાવિકો,દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થાયછે તેવા પવિત્ર આ દેવસ્થાનમા દર વર્ષે શિવરાત્રીઍ ધારી અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડેછે. આ દિવ્ય આયોજનની સફળતા માટે જીવનમુક્તેશ્વર આશ્રમના કાર્યકરો અને સેવકગણ જહેમત ઉઠાવી રહ્નાછે. શેત્રુંજી નદીને કાંઠે કુદરતી સૌન્દર્યથી પરિપૂર્ણ રમણીય જીવનમુક્તેશ્વર મહાદેવના વિશાળ પટાંગણમાં મહાશિવરાત્રીઍ હાર્દિક અનુરોધ કરેલ છે.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
