<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

તલવણી ગામે મારામારીના આરોપીને ચેક કરવા જતા લખતર પોલીસને મકાનમાંથી ૭૦ બોટલ દારૂની મળી આવી

સુરેન્‍દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા ઠેર-ઠેર દારૂના દરોડાઃ દુધરેજમાં જમીનમાં ખાડો ખોદી કેરબામાં રાખેલ ૧૫ બોટલ સાથે મહિલા પકડાઇઃ કુલ ૩ લાખ ૬૧ હજારનો દારૂ કબ્‍જે

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રપઃ સુરેન્‍દ્રનગર જિલ્લામાં દારૂની બદીને ડામવા પોલીસ દ્વારા ઠેરઠેર દરોડા કરવામાં આવ્‍યા છે. જેમાં જિલ્લા પંચાયત સામેની ગલી, દુધરેજ, ફીરદોષ સોસાયટી, લખતરના તલવણી, દસાડાના મેરા અને માનાવાડા અને સાયલાના લાખાવાડ ગામે પોલીસે રેડ કરી હતી. આ દરોડામાં મહિલા સહિત ૫ આરોપીઓ પકડાયા હતા. જયારે રૂપીયા ૩,૬૧,૫૫૮નો દારૂ-બીયર જપ્ત કરી પોલીસે વોન્‍ટેડ આરોપીઓને શોધવા તપાસ આદરી છે.સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમને સુરેન્‍દ્રનગર જિલ્લા પંચાયત સામે આવેલ એઝાઝ હાજીભાઈ મોટલાણી ભાડાના મકાનમાં લીસ્‍ટેડ બુટલેગર સલીમ સુલેમાનભાઈ મોવર સાથે મળી દારૂ વેચાણ અર્થે રાખતો હોવાની બાતમી મળી હતી.

જેમાં આરોપી સલીમ મોવર કે ભાડે મકાન રાખનાર એઝાઝ મોટલાણી હાજર મળી આવ્‍યા ન હતા. ઘરમાંથી વિદેશી દારૂની ૧૦૫૧ બોટલો કિંમત રૂપીયા ૩,૨૮,૫૭૩નો દારૂ પકડાયો હતો. વધુ તપાસ દરમીયાન આ લીસ્‍ટેડ બુટલેગર સામે સુરેન્‍દ્રનગર એ ડીવીઝન, બી ડીવીઝન, સાયલા અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે મારામારી, જુગાર અને દારૂના ૧૧ ગુના નોંધાયેલા છે. તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.

લખતર પોલીસની ટીમ કોમ્‍બીંગ દરમીયાન તલવણી ગામે વર્ષ ૨૦૨૩માં નોંધાયેલ મારામારીના ગુનાના આરોપી વીકી સાગરભાઈ ચોવસીયાને ચેક કરવા ગઈ હતી. ત્‍યારે તેના ઘરની ઓરડીમાંથી વિદેશી દારૂની નાની મોટી ૭૦ બોટલો કિંમત રૂપીયા ૧૨,૪૦૦નો મુદ્દામાલ ઝડપાયો હતો. આથી આ શખ્‍સની ધરપકડ કરી તેની સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો છે.

સુરેન્‍દ્રનગર એલસીબી ટીમના વી.પી.પરમાર સહિતનાઓએ દુધરેજ ચુનાના ભઠ્ઠા પાસે રહેતી મહિલા દારૂનું વેચાણ કરતી હોવાની બાતમી મળતા  જેમાં નીલમબેન વિજયભાઈ સરવૈયા તેના રહેણાક મકાન પાછળ બાવળની આડમાં જમીનમાં ખાડો ખોદી કેરબો ઉતારી તેમાં રાખેલ દારૂની ૧૫ બોટલ કિંમત રૂપીયા ૧૧,૦૮૫ સાથે પકડાઈ હતી.

દસાડા પોલીસના વિજયસીંહ નકુમ સહિતની ટીમને પેટ્રોલીંગ દરમીયાન મેરા ગામે રહેતો હીતેશ હલાજી ઠાકોર પોતાના રહેણાક મકાને દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા હીતેશ ઠાકોર બીયરના ૩૦ ટીન કિંમત રૂપીયા ૩,૭૫૦ સાથે પકડાયો હતો.

દસાડાના માનાવાડા ગામે રહેણાક મકાનમાં દારૂ વેચતો વિષ્‍ણુ હજુરભાઈ ઠાકોર દારૂના ૩ ચપલા કિંમત રૂપીયા ૩૦૦ સાથે ઝડપાયો હતો. આ ઉપરાંત સુરેન્‍દ્રનગર એ ડીવીઝન પોલીસે દુધરેજ નર્મદા કેનાલ પાસેથી વિદેશી દારૂની ૧ બોટલ કિંમત રૂપીયા ૬૫૦ સાથે ફીરદોષ સોસાયટીમાં રહેતા હેમરાજ રાજુભાઈ ગોલાણાને ઝડપી લીધો હતો. જયારે ધજાળા પોલીસને નોલી-લાખાવાડ રોડ પર આવેલ વાડીમાં જયરાજ ચાંપરાજભાઈ કાઠી દરબાર વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હરહંમેશની જેમ ધજાળા પોલીસને આરોપી મળી આવ્‍યો ન હતો. અને દારૂની ૧૨ બોટલ કિંમત રૂપીયા ૪૮૦૦ની કબજે કર્યો હતો.(૨.૧૨)

(11:13 AM IST)