તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th February 2025
તાલાલાના સોની યુવાન આનંદ ધકાણે શેમ્પુ પી લીધું: આર્થિક ભીંસ કારણભૂત

રાજકોટ તા. ૨૫: તાલાલામાં શ્યામ વિલા એપાર્ટમેન્ટમાં ગુંદાળા રોડ પર રહેતાં આનંદભાઇ બિપીનભાઇ ધકાણ (ઉ.વ.૩૭) નામના યુવાને ઘરે શેમ્પુ પી લેતાં તાલાલા ખાતે સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, ભાવેશભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇએ તાલાલા પોલીસને જાણ કરી હતી.
આનંદભાઇ સોની કામ કરવાની સાથે સાથે લોન પાસ કરાવવાનું કામ પણ કરે છે. તે ત્રણ બહેન અને એક ભાઇમાં મોટા છે. આર્થિક ભીંસને કારણે પગલુ ભર્યાની શક્યતા તેમના સગાએ જણાવી હતી. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
