News of Tuesday, 25th February 2025
પડધરી પાસે કપાસ ભરીને જઇ રહેલો રમેશ ચાલુ છકડામાંથી પૂલ નીચે પટકાયો
બાયપાસ પર ભારત હોટેલ નજીક બનાવઃ છકડો રેલીંગમાં ફસાઇ ગયોઃ ગંભીર ઇજા થતાં યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ તા. ૨૫: પડધરી બાયપાસ નજીક ભારત હોટલ પાસે પૂલ ઉપર છકડામાં કપાસ ભરીને જઇ રહેલો મજૂર યુવાન કાબુ ગુમાવતાં ચાલુ છકડો રિક્ષામાંથી પૂલ નીચે ખાબકતાં ગંભીર ઇજા થઇ હતી. બીજી તરફ છકડો રિક્ષા પૂલની રેલીંગમાં ફસાઇ ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ પડધરીમાં કલ્પેશભાઇની વાડીમાં રહી મજુરી કરતો એમપીનો રમેશ નારશીભાઇ શીંગાળા (ઉ.વ.૨૮) સાંજે છકડો રિક્ષામાં કપાસ ભરીને જતો હતો ત્યારે ભારત હોટલ સામેના પૂલ પર ચડતાં કોઇપણ કારણોસર કાબુ ગુમાવતાં છકડો પાછળ ખેંચાતા રમેશે કાબુ ગુમાવતાં ચાલુ છકડામાંથી તે પૂલ નીચે પટકાઇ ગયો હતો. બીજી તરફ છકડો રેલીંગમાં ફસાઇ ગયો હતો. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. રમેશને ગંભીર ઇજા પહોંચી હોઇ પડધરી સારવાર અપાવી ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્દ્રભાઇએ પડધરી પોલીસને જાણ કરી હતી.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
