<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ગોંડલના ગોમટા ચોકડી પાસે ટ્રકે બાઇકને ઉલાળતા પતિની નજર સાથે પત્‍નીનું મોત

પતિને ઇજાઃ ૩ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરપ્રાંતીય મજૂર પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. રપ :.. ગોંડલના ગોમટા ચોકડી પાસે ટ્રકે બાઇકને ઉલાળતા પતિની નજર સામે જ પત્‍નીનું મોત નીપજયું હતું. જયારે પતિને ઇજા થઇ હતી. પ્રાપ્‍ય વિગતો મુજબ મુળ રાજસ્‍થાનના રાયપુર ગામના વતની અને હાલ જેતપુર યોગીનગર અમરનગર રોડ રાધેક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૩૦૧ માં રહેતા શ્રી છોટુરામ ભંવરલાલ કેવટ તેના પત્‍ની મંજૂબેન સાથે બાઇક નં. જી. જે. ૧૪-એફ. ૦૭૯પ ઉપર જેતપુરથી ગોંડલ આવી રહ્યા હતા ત્‍યારે ગોમટા ચોકડી પાસે ટ્રક નં. આર. જે. ૦૧-જીએ-૬ર૬૮ ના ચાલાકે ઠોકર મારતા બાઇકમાં સ્‍વાર શ્રી છોટુરામ અને તેના પત્‍ની મંજૂબેન ઢસડાઇ નીચે પડી જતાં મંજૂબેનને ગંભીર ઇજા થતા ૧૦૮ માં સારવાર અર્થે ગોંડલ સરકારી હોસ્‍પીટલમાં ખસેડાયેલ જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. જયારે બાઇક ચાલક શ્રી છોટુરામને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્‍ત શ્રી છોટુરામ કલર કામ કરે છે. અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.

ત્રણ સંતાનોએ માતાની છત્રછાંયા ગુમાવતા પરપ્રાંતીય મજૂર પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. બનાવ અંગે ઇજાગ્રસ્‍ત છોટુરામે ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:47 AM IST)