<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

પોરબંદરમા પૂ.રમેશભાઇ ઓઝા દ્વારા સંસ્‍થાપિત શ્રી હરિ મંદિરમાં કાલે મહા શિવરાત્રી ઉત્‍સવ

વિશેષ ઝાંખી દર્શન, રાત્રિના ચાર પ્રહરની પૂજા, અભિષેક સહિતના કાર્યક્રમોમાં ભાવિકો જોડાશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ,તા.૨૫: પૂજ્‍ય ભાઈશ્રી  શ્રીરમેશભાઈ ઓઝા દ્વારા સંસ્‍થાપિત સાંદીપનિ વિદ્યાનિકેતન સ્‍થિત ભવ્‍ય અને દિવ્‍ય શ્રીહરિ મંદિરમાં તા.૨૬/૦૨/૨૦૨૫ને શુક્રવારના રોજ મહાશિવરાત્રી ઉત્‍સવ ભક્‍તિભાવસભર વાતાવરણમાં ઉજવવામાં આવશે. જેમાં ભગવાન શ્રીચંદ્રમૌલીશ્વર પર સવારે લઘુરૂદ્રાભિષેક કરવામાં આવશે. તેમજ સાંદીપનિ યજ્ઞશાળામાં શાષાોકત વિધિથી હોમાત્‍મક લઘુરૂદ્ર પણ સંપન્ન થશે. જેનો સમય સવારે ૮:૦૦થી ૧:૦૦વાગ્‍યાનો રહેશે.

મહાશિવરાત્રી પર્વ પર સાંજના સમયે શ્રીહરિ મંદિરમાં ભગવાન શ્રીચંદ્રમૌલીશ્વર મહાદેવના વિશેષ દર્શનની ઝાંખી કરાવવામાં આવશે. જેના દર્શનનો સમય સાંજે ૪:૩૦ થી ૮:૦૦વાગ્‍યા સુધી રહેશે. તે દરમ્‍યાન દર્શન માટે આવનાર ભક્‍તોને ઠંડાઈનો પ્રસાદ આપવામાં આવશે.

મહાશિવરાત્રી પર્વમાં મહાદેવની રાત્રિપ્રહરપૂજાનું વિશેષ મહત્‍વ હોય છે. અતઃ શ્રીહરિ મંદિરમાં પણ ચંદ્રમૌલીશ્વર ભગવાનની સંપૂર્ણ રાત્રિ દરમ્‍યાન પ્રહરપૂજા સંપન્ન થશે. જેમા રાત્રે ૯:૦૦ વાગ્‍યે થી સવાર ના ૬:૦૦ વાગ્‍યા સુધી પ્રહર પૂજા કરવામાં આવશે. જેમાં રાત્રે ૯:૦૦ થી ૧૧:૩૦ સુધી પ્રથમ પ્રહરપૂજા ત્‍યારબાદ ૧૨:૦૦ વાગ્‍યે ભગવાન શ્રીચંદ્રમૌલીશ્વરની મહાઆરતી થશે. ત્‍યારબાદ ૧૨:૩૦ થી ૨:૩૦ દ્વિતીય પ્રહરપૂજા-અભિષેક અને ૩:૩૦ થી ૫:૩૦ તળતીય પ્રહરપૂજા અભિષેક સંપન્ન થશે તથા સવારે ૬:૦૦ વાગ્‍યે અંતિમ પ્રહરની આરતી થશે.

મહાશિવરાત્રી નિમિત્તે અભિષેક દર્શન અને વિશેષ ઝાંખી દર્શનનો લાભ લેવા તેમજ આ ઉત્‍સવમાં જોડાવવા માટે સર્વે ભક્‍તોને શ્રીહરિ મંદિરના મુખ્‍યાજી શ્રીરમણીકભાઈ જોષી તરફ થી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

વધારે માહિતી માટે શ્રીહરિ મંદિરના સંપર્ક  મો. ૯૦૯૯૯૬૬૨૬૦ કરવા જણાવ્‍યું છે

(1:07 PM IST)