<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સોમનાથ હેલિપેડ ખાતે ભૂપેન્‍દ્રભાઈ પટેલનું સ્‍વાગત

 

વેરાવળ : પ્રથમ જ્‍યોર્તિલિંગ એવા  સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં મહાશિવરાત્રિ નિમિત્તે ત્રિ-દિવસીય  સોમનાથ મહોત્‍સવના ઉદ્ધાટન સમારોહમાં સહભાગી થવા મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલ આજે સોમનાથ ખાતે આવી પહોંચતા તેમનું ભાવભીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. મુખ્‍યમંત્રી સાથે પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરા પણ ઉપસ્‍થિત હતા. સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્‍ય  પ્રદ્યુમનભાઈ વાજા, વેરાવળ-પાટણ સંયુક્‍ત નગરપાલિકા પ્રમુખ  પલ્લવીબહેન જાની, પ્રવાસન અને દેવસ્‍થાન વિભાગના સચિવ  રાજેન્‍દ્રકુમાર, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન  રમેશ મેરજા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્‍ટર  એસ. છાકછૂઆક, કલેક્‍ટર  દિગ્‍વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી  તોહલ ભાપકર, રેન્‍જ આઈજી  નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક  મનોહરસિંહ જાડેજા, જિલ્લા અગ્રણી  ઝવેરીભાઇ ઠકરાર,  મહેન્‍દ્રભાઈ પીઠિયા સહિતના સ્‍થાનિક અધિકારીઓ અને આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતાં. (તસ્‍વીર- અહેવાલઃ દિપક કકક્‍ડ, વેરાવળ)

(12:00 PM IST)