<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

કસ્‍તુરબા ગાંધીની પુણ્‍યતિથીએ ગુંજયા ઝવેરચંદ મેઘાણી ગીતો

મહાત્‍મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ મહિલા સત્‍યાગ્રહી અને કર્મયોગી કસ્‍તૂરબાની ૮૧મી પુણ્‍યતિથિ નિમિત્તે રાજકોટ સ્‍થિત ઐતિહાસિક રાષ્‍ટ્રીયશાળા ખાતેઃ ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્‍યાસ અને પંકજ ભટ્ટે ‘સ્‍વરાંજલિ' અર્પણ કરીર્ઃં મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી (રાજકોટ) દ્વારા ગાંધી-સાહિત્‍ય, મેઘાણી-સાહિત્‍ય અને સ્‍વાતંત્ર્ય-સંગ્રામનાં પુસ્‍તકોનું પ્રદર્શન યોજાયું.

રાજકોટ તા. રપઃ મહાત્‍મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ મહિલા સત્‍યાગ્રહી અને કર્મયોગી કસ્‍તૂરબા ગાંધીની ૮૧મી પુણ્‍યતિથિ નિમિત્તે રાજકોટ સ્‍થિત ઐતિહાસિક રાષ્‍ટ્રીયશાળા ખાતે કસુંબીનો રંગ (કસુંબલ લોકડાયરો) - ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવેનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આપણાં સ્‍વાતંત્ર્ય-સંગ્રામ અને તેમાં નામી-અનામી શહીદ-વીરો અને સ્‍વાતંત્ર્ય-સેનાનીઓએ આપેલ આહુતિ અને બલિદાનથી નવી પેઢી પરિચિત-પ્રેરિત થાય તે આશયથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગની ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી તથા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા સ્‍થાપિત ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યર્ક્‍મમાં રાષ્‍ટ્રીયશાળા ટ્રસ્‍ટ તથા સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિનો પણ સહયોગ ઙ્કાપ્ત થયો હતો.

રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્‍વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનો થકી ગુજરાતના ખ્‍યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્‍યાસ અને પંકજ ભટ્ટે સ્‍વરાંજલિ અર્પણ કરી હતી.

ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, નાયબ પોલીસ કમિ‘ર સજનસિંહ પરમાર (આઈપીએસ), મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા નીલુબેન જાદવ અને દંડક મનિષભાઈ રાડીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પૂજારા, સૌરાષ્‍ટ્ર રચનાત્‍મક સમિતિના પ્રમુખ હિંમતભાઈ ગોડા અને ઉપપ્રમુખ વલ્લભભાઈ લાખાણી, ગ્રામ સ્‍વરાજ મંડળના પ્રમુખ અને સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલીયા, ખાદી ગ્રામોદ્યોગ સંઘ - સમન્‍વયના મંત્રી અજયભાઈ દોશી, સર્વોદય સેવા સંઘ ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી દિલીપભાઈ શુક્‍લ, મદદનીશ ગ્રંથાલય નિયામક (રાજકોટ) લલિતભાઈ મોઢ અને જિલ્લા ગ્રંથપાલ અનિશાબેન સુમરા, શિક્ષણ-જગતમાંથી વલ્લભ કન્‍યા કેળવણી મંડળના નિયામક હીરાબેન માંજરીયા, ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી કિરીટસિંહ રહેવર (મામા), ઉગ્રસેનસિંહ ગોહિલ અને ડો. મનિષભાઈ ભાલાળા, નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, વિવેકાનંદ યુથ કલબના અનુપમભાઈ દોશી, મિહીરભાઈ અરવિંદભાઈ મણિયાર, તુષારભાઈ ભટ્ટ, માર્ગ અને મકાન વિભાગના નિવળત્ત ઉપસચિવ અજિતભાઈ નંદાણી, રાષ્‍ટ્રીયશાળાના નયનભાઈ પંચોળી, ભરતભાઈ કારાણી (દુબઈ), પિયૂષભાઈ વ્‍યાસ, વાલજીભાઈ પિત્રોડા, મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમના કળષ્‍ણકાંતભાઈ (હિતેશભાઈ) દેસાઈ, ભારત તિબટ સંઘના ડો. રીનાબેન દવે, દિવ્‍યાબેન ભટ્ટ અને અમીબેન ભટ્ટ, નીઓ ફાઉન્‍ડેશનના નિヘલભાઈ સંઘવી, એડવોકેટ ત્રંબકભાઈ જોષી, હિંમતભાઈ લાબડીયા અને અમિતભાઈ ચૌહાણ, નટુભાઈ ભરાડ, ભરતભાઈ અને કલિંદ આડેસરા, વિનયભાઈ ઉનડકટ, માધવીબેન ઝવેરી, નયનાબેન અને દિપકભાઈ જોષી, ભાણજીભાઈ રાદડીયા, નટવરભાઈ આહલપરા, ભરતભાઈ સુરેલીયા, ડો. રાહુલભાઈ કુમાવત, મુકુન્‍દભાઈ પંડ્‍યા, અલ્‍પેશભાઈ અમળતીયાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. બહેનો-દિકરીઓની મોટી સંખ્‍યામાં હાજરી રહી હતી. વિશ્વભરમાં વસતાં ૨૫ લાખથી વધુ ભાવિકોએ આ કાર્યર્ક્‍મનું ઈન્‍ટરનેટ  www.eevents.tv/meghani પર પણ જીવંત પ્રસારણ માણ્‍યું હતું.

મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી (રાજકોટ) દ્વારા રાષ્‍ટ્રીયશાળા ખાતે ગાંધી-સાહિત્‍ય, મેઘાણી-સાહિત્‍ય અને સ્‍વાતંત્ર્ય-સંગ્રામનાં પુસ્‍તકોનું પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્‍યું હતું.

રાજકોટ સાથે મહાત્‍મા ગાંધી, કસ્‍તૂરબા અને રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના અનેક લાગણીસભર સંભારણાં છે તેથી આથી આ કાર્યર્ક્‍મનું સવિશેષ મહત્‍વ રહ્યું હતું. પોતાને રાજકોટની દિકરી માનતા કસ્‍તૂરબાનું અંતર ૧૯૩૯ના રાજકોટ સત્‍યાગ્રહ વિશે જાણીને કકળી ઊઠ્‍યું અને નાદુરસ્‍ત સ્‍વાસ્‍થ્‍ય હોવા છતાં રાજકોટ પહોંચી ગયા. ૧૧ ફેબ્રુઆરીથી ૦૬ માર્ચ ૧૯૩૯ સુધી રાજકોટ પાસે આવેલ ત્રંબા ગામમાં કસ્‍તૂરબાને નજરકેદ રખાયાં હતાં. ૦૩થી ૦૭ માર્ચ ૧૯૩૯ દરમિયાન ગાંધીજીએ ઐતિહાસિક રાષ્‍ટ્રીયશાળા ખાતે ઉપવાસ કર્યાં હતાં.

: આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન

(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(1:07 PM IST)