<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

સ્‍થાનીક સ્‍વરાજયની ચૂંટણી બાદ હવે હોદ્દેદારોની પસંદગી માટે ભાજપની સેન્‍સ પ્રક્રિયા

અમરેલીમાં કમલેશ મીરાણી, ગીર સોમનાથમાં કશ્‍યપ શુકલ, ભાવનગરમાં મોહનભાઇ કુંડારીયા અભિપ્રાય લેશે

રાજકોટ, તા. રપ :  સ્‍થાનીક સ્‍વરાજયની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયા બાદ હવે હોદ્દેદારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્‍સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ માટે અમરેલીમાં કમલેશભાઇ મીરાણી, ગીર સોમનાથમાં કશ્‍યપભાઇ શુધલ, ભાવનગરમાં મોહનભાઇ કુંડારીયાની નિયુકિતી કરાઇ છે.

આ સેન્‍સ પ્રક્રિયા તા. રપ, ર૬ અને ર૭ ના હાથ ધરાશે. જયારે તા. ર૮ ફેબ્રુઆરી અથવા તા. ૧ માર્ચના ભાજપ પાર્લામેન્‍ટરી બોર્ડની મીટીંગ મળશે.

ત્‍યારબાદ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાસણ અને સોમનાથ આવી રહ્યા છે અને પછી ફરી સુરતના પ્રવાસે આવી રહ્યા છે.

આ પ્રવાસ પૂર્ણ થયા બાદ હોદેદારોની જાહેરાત થવાની સંભાવના છે.

(1:21 PM IST)