News of Tuesday, 25th February 2025
મહાશિવરાત્રીના મેળામાં સાંસ્કળતિક કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિકના કલાકારોની જમાવટ
રાધા ગોવાલડિના ઘર પસવાડે મોહન મોરલી વગાડે... આભમાં ઝીણી ઝબૂકે વીજળી.... મારો ઠાકર કરે ઈ ઠીક.... તને આમ ગોતું તેમ ગોતું ગોતું તારો સંગાથ..... જોડે રેજો રાજ સહિતનાં ગીતોની આગવી શૈલીમાં પ્રસ્તુતિ કરીને લોકોના દિલ જીત્યાં : સપ્તક સંગીત વિધાલય કલાકારોએ દેશભક્તિ સહિતની પ્રસ્તુતિ દ્વારા લોકોને ડોલાવ્યા

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ, તા.૨૫ : મહાશિવરાત્રી મેળા ત્રીજા દિવસે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાંસ્કળતિક મંચ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે સાંકળતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સપ્તક સંગીત વિધાલય કલાકારો લોકગીત, દેશભક્તિ ગીતોની અને અઘોરી મ્યુઝિકના કલાકારોએ
ફોક મ્યુઝિકની પ્રસ્તુતિ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. અઘોરી મ્યુઝિકના કલાકારોએ તું ભૂલો તો પડ મારા સોરઠ માલીપા... , હાલોને આપડા મલકમાં... શુરવીરોના રાસડા, ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈ પૂજાવું... ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું..
રાધા ગોવાલડિના ઘર પસવાડે મોહન મોરલી વગાડે...આભમાં ઝીણી ઝબૂકે વીજળી...
મારો ઠાકર કરે ઈ ઠીક.... તને આમ ગોતું તેમ ગોતું, ગોતું તારો સંગાથ..... જોડે રેજો રાજ સહિતનાં ગીતો અને સોરઠની ધરોહરને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ, દુહાઓ, રાસડાઓ આગવી શૈલીમાં રજૂ કરીને લોકોને શૌર્ય રસથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં
સાંસ્કળતિક કાર્યક્રમમાં સપ્તક સંગીત વિધાલય કલાકારો દ્વારા એ દેશ હે વીર જવાનોકા...રૂડી ને રૂપાળી વાલા તારી વાહલડી.. નાગર નંદજીના લાલ રાસ રામતા મારી નથડી ખોવાણી.. વીરને ઝરી ભરેલા સાફા રે...વીરને જોટલી બંદૂક... સારે જહા છે અચ્છા હિન્દુસ્તા હમારા સહિતની લોકગીત અને દેશભક્તિના ગીતોની ઙ્કસ્તુતિ કરીને લોકોને ડોલાવ્યા હતાં.અઘોરી ગ્રુપ દ્વારા કલેક્ટરનો આભાર માનવામાં આવ્યો હતો.
આ તકે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસીયા, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા, અધિક કલેક્ટર શ્રી એન એફ ચૌધરી,પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ ,નાયબ કમિશનર શ્રી ઝાપડા,સહિતનાં અધિકારીશ્રીઓ, અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)(૨૫.૧)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
