તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Tuesday, 25th February 2025
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આવેલ વૃદ્ધ બેભાન થઈ જતાં વન વિભાગની ટીમે સારવાર આપી
વૃદ્ધ બોલી શકતા ન હોય તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમા વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૫ : વન વિભાગના પેટ્રોલિંગ અને આજુબાજુના વન વિસ્તારમા કોઈ ગુનાહિત કૃત્ય ન થાય તેના માટે વન વિભાગ જૂનાગઢ દ્વારા ભવનાથ ખાતેના શિવરાત્રી મેળાના જંગલ બોર્ડર પર રાવટીઓ નાખવામાં આવતી હોય છે.અને દરેક રાવટી પર વન વિભાગના સ્ટાફને ફરજ સોપવામાં આવતી હોય છે. અલગ અલગ જગ્યા પર રાવટી હોય તે પૈકી અશાયબા પીર રાવટી તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં કોઈ વૃદ્વ બેભાન અવસ્થામાં પડ્યા હોવાના સમાચાર મળતા,વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો.
આ વૃદ્ધ માણસને ફોરેસ્ટની રાવટી પર લઇ આવેલ. ત્યાર બાદ cpr આપવામાં આવેલ અને આ વૃદ્ધ ભાનમાં આવતા તેમના નામ સરનામું પૂછતાં તેઓ બોલી શકતા ન હોય, તાત્કાલિક 108 ને કોલ કરી બોલાવી લેવામાં આવેલ અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
