તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th February 2025
જુનાગઢમાં વન વિભાગની ટીમે પાંચ વર્ષની બાળાનું પોતાના માતા-પિતા સાથે મિલન કરાવ્યું
અશાયબા પીર રાવટી તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં બાળકી રડતા રડતા જતી હોય વન વિભાગના સ્ટાફે પેટ્રોલિંગમા હોય તે બાળકીને પૂછપરછ કરતા પરિવારથી વિખૂટી પડી ગઈ હોવાનું જણાવ્યું

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૫ : વન વિભાગના પેટ્રોલિંગ અને આજુબાજુના વન વિસ્તારમા કોઈ ગુનાહિત કૃત્ય ના થાય તેના માટે વન વિભાગ જૂનાગઢ દ્વારા ભવનાથ ખાતેના શિવરાત્રી મેળાના જંગલ બોર્ડર પર રાવટીઓ નાખવામાં આવતી હોય છે. દરેક રાવટી પર વન વિભાગના સ્ટાફને ફરજ સોપાવામાં આવતી હોય છે.
અલગ અલગ જગ્યા પર રાવટી હોય તે પૈકી અશાયબા પીર રાવટી તરીકે ઓળખાતા જંગલ વિસ્તારમાં થોડા અંતરે એક બાળકી રડતા રડતા જતી હોય વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમા હોય તે બાળકીને પૂછપરછ કરતા તેમનુ નામ ઉર્વશીબેન બાબુભાઈ મકવાણા જણાવેલ ઉંમર 5 વર્ષ અને ભાવનગર રહેતી હોવાનું જણાવેલ.
બાદ તેના માતા પિતા બાબતે પૂછતાં તેઓ મેળામા ગયેલ હોવાનું જણાવેલ.આજુબાજુ તેમના માતા પિતાની શોધ ખોળ કરતા મળી આવેલ ન હતા.અને તેમના પરિવારના અન્ય લોકો ફોરેસ્ટ રાવટી પર આવતા બાળકી તેમની સાથે જવા માટે ના કહેલ. જેથી તેમના અન્ય પરિવારજનો બાળકીના માતાપિતાને શોધી લઇ આવેલ અને તેના માતા પિતાની ખાતરી કરીને બાળકી ને પરત સોંપવામાં આવેલ છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
