News of Tuesday, 25th February 2025
કચ્છમાં બ્લુ ડાર્ટ કુરિયરમાં પાર્સલની આડસમાં મંગાવેલ ૧૪ લાખનો ૧૪૦ કિલો ગાંજો ઝડપાયો
નશીલા પદાર્થની હવે કુરિયરમાં હેરાફેરી, ગાંધીધામ પોલીસનો સપાટો

(વિનોદ ગાલા દ્વારા ભુજ) પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવ્રુતીને નેસ્ત નાબુદ કરવા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનુ ખરીદ, વેચાણ કે સેવન ક૨ના૨ા ઈશમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસ૨કા૨ક પેટ્રોલિંગ ક૨વા જણાવેલ હોય દ૨મ્યાન મળેલ હકીકત આધારે ગાંધીધામ જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ બ્લુડાર્ટ કુરીયર સર્વિસની ઓફીસ રોડ નં.સી.૧૦ માં આવેલ પાર્સલોની આડસમાં પાર્સલ બોક્ષ નંગ-૭ ની અંદર આવેલ પેકેટ નંગ-૧૪૦ જેમાં અંદ૨ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજા નો જથ્થો રાખીને પાર્સલ બોક્ષ મોકલેલ હોય તે પાર્સલ બોક્ષ મેળવવા માટે આવેલ ઇસમ દ્વારા પાર્સલ બોક્ષ ન છોડાવી પોલીસની તપાસ બાબતે શંકા જતા ગાંધીધામ શહેર છોડી બસ મારફતે નાશી જવાની ફિરાકમાં હોવાનું ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ દ૨મ્યાન જણાઇ આવતા પોલીસ ટીમ દ્વારા આ ગેરકાયદેસર રીતે પાર્સલમાં ગાંજો લાવનાર આરોપીને પકડી પાડી બ્લુડાર્ટ ઓફીસમાં પંચોની હાજરીમાં મળી આવેલ નશીલા પદાર્થ ગાંજો વજન ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામનો જથ્થો કબ્જે કરી આરોપીની ધરપકડ કરી આરોપી वि३६ध The Narcotics Drugs And Psychotropic Substances Act मु४७ अर्थवाही કરી આ ગાંજાનો જથ્થો આપવાના હતો તે આરોપીની તપાસ બાબતે પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
ગુના રજીસ્ટર નંબર
ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૫૦૧૯૬/૨૦૨૫ એન.ડી.પી.એસ. કલમ- ૮(સી), ૨૦(બી),૨૯ મુજબ
પકડાયેલ આરોપી
ધનચંદકુમાર લખનલાલ પંડીત ઉ.વ.૨૮ ૨હે- વિશનીચક ચાંદપુર થાના ફાલ્કા જી-કટીયાર પોસ્ટ અયોધ્યા ગંજ બજાર બિહાર
પકડવાના બાકી આરોપીકરણ ઉર્ફે શ્યામ રહે-ગાંધીધામ
કબ્જે કરેલ મુદામાલ
(૧) ગાંજો વજન- ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ કિ.રૂ. ૧૪,૦૬,૦૦૦/-
(૨) મોબાઈલ ફોન નંગ - ૨ કિ.રૂ. ૫,૧૦૦/-
(3) આધારકાર્ડ કલર ઝેરોક્ષ નંગ- ૧ કિ.રૂ.00/-
(૪) પાન કાર્ડ નંગ- ૧ કિ.રૂ.૦૦/-
(૫) લાઈટબીલ નંગ- ૧ કિ.રૂ.૦૦/-
(૬) સેલોટેપ વિટાડેલ ઝબલા નંગ-૧૪૦ કિ.રૂ.00/-
કલમ-૮(સી),૨૦ (બી),૨૯ મુજબ
પકડાયેલ આરોપી
ધનચંદકુમાર લખનલાલ પંડીત ઉ.વ.૨૮ ૨હે- વિશનીચક ચાંદપુર થાના ફાલ્કા જી-કટીયાર પોસ્ટ અયોધ્યા ગંજ બજાર બિહાર
પકડવાના બાકી આરોપી
કરણ ઉર્દૂ શ્યામ રહે-ગાંધીધામ
કબ્જે કરેલ મુદામાલ
(૧) ગાંજો વજન- ૧૪૦ કિલો ૬૦૦ ગ્રામ કિ.રૂ. ૧૪,૦૬,૦૦૦/-
(૨) મોબાઇલ ફોન નંગ - ૨ કિ.રૂ. ૫,૧૦૦/-
(3) આધારકાર્ડ કલર ઝેરોક્ષ નંગ- ૧ કિ.રૂ.૦૦/-
(૪) પાન કાર્ડ નંગ- ૧ કિ.રૂ.૦૦/-
(૫) લાઇટબીલ નંગ-૧ કિ.રૂ.૦૦/-
(૬) સેલોટેપ વિટાડેલ ઝબલા નંગ-૧૪૦ કિ.રૂ.00/-
(૭) પુઠાના બોક્ષ નંગ-૭ કિ.રૂ.૦૦/-
(૮) પારદર્શક પ્લાસ્ટીક નંગ-૭ કિ.રૂ.૦૦/-
(૯) પ્લાસ્ટીકની પટી નંગ-૧૪ કિ.રૂ.00/-
(૧૦) બારકોડ સ્ટીકર નંગ-૭ કિ.રૂ.00/-
ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ ઇન્સ.એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(5:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
