<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે ભીષણ ટક્કર : 6 લોકોના કમકમાટીભર્યા મોત : હાઈવે પર 10 કિમી લાંબો ટ્રાફિક જામ થયો

માલીયાસણ નજીક ચાંદની હોટલ આગળ રાજકોટ બાજુ જતી રિક્ષાને ઠોકરે ચડાવી: રિક્ષાનું પડીકું વળી ગયું

રાજકોટના માલીયાસણ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચે ભીષણ ટક્કર થઈ છે. આ અકસ્માતમાં 3ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.જયારે અન્ય ત્રણના સારવાર દરમિયાન ટૂંકાગાળામાં મૃત્યુ નિપજ્તા કુલ 6 લોકોના કરૂણમોત થયા છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ-અમદાવાદ હાઈવે પર અમદાવાદથી આવતા ઉત્તર પ્રદેશ પાસિંગ ટ્રક (UP 75-AT-5808)ના ચાલકે માલીયાસણ નજીક ચાંદની હોટલ આગળ રાજકોટ બાજુ જતી રિક્ષાને ઠોકરે ચડાવી હતી.

આ અકસ્માતમાં બે યુવતીઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 5 ઈજાગ્રસ્તોને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન 7 માસની બાળકી સહિત 4 ઈજાગ્રસ્તોએ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો.

આ અકસ્માતમાં મૃતકોની ઓળખ નંદનીબેન સાગરભાઈ સોલંકી (23), વૈદેહી સાગરભાઈ સોલંકી (7 માસ), યુવરાજભાઈ લકુમ (29), શારદાબેન જીણાભાઈ લકુમ (45) અને યુવરાજભાઈ લકુમ તરીકે થઈ છે. જ્યારે આનંદભાઈ વિક્રમભાઈ સોલંકી (20) ઈજાગ્રસ્ત હોવાથી તેઓની સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતના પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર 10 કિમી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ આ અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.( તસ્વીર સંદીપ બગથરીયા )

(9:05 PM IST)