તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 25th February 2025
વિસાવદર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ૫મી માર્ચ બુધવારે ચૂંટણી : રાજકીય ધમધમાટ : જબરો ગરમાવો
પ્રમુખ-ઉપપ્રમુખ કોણ થશે..? અવનવા તર્કવિતર્ક : રાજકીય ગતિવિધિઓ તેજ : જબરી ઉત્કંઠા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગરપાલિકાની સામાન્ય ચુંટણી-૨૦૨૫ નું મતદાન તારીખ: ૧૬-૦૨-૨૦૨૫ ના રોજ થયેલ, જેની મતગણતરી તારીખઃ ૧૮-૦૨-૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ. આ ચુંટણીઓમાં ચુંટાયેલા સભ્યોના નામો ગુજરાત સરકારશ્રીના અસાધારણ રાજ્યપત્રમાં તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.
ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ (સુધારા અધિનિયમ-૧૯૯૩)ની કલમ-૩૨(૧)ની જોગવાઇ મુજબ વિસાવદર નગરપાલિકાના પ્રમુખ/ઉપપ્રમુખની ચુંટણી કરવા માટે, વિસાવદર નગરપાલિકાની પ્રથમ સભાની બેઠક અત્રેથી બોલાવવાની થાય છે. સબબ, ગુજરાત નગરપાલિકા (પ્રમુખ / ઉપપ્રમુખ) ચુંટણી નિયમો-૧૯૬૪ના નિયમ-૩ ની જોગવાઇ અનુસાર વિસાવદર નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભાની બેઠકની તા.૦૫/૦૩/૨૦૨૫નાં રોજ બપોરનાં ૧૫-૦૦ કલાકે નગરપાલિકા વિસાવદર સભાખંડના સ્થળે ભરવામાં આવશે. જેની નગરપાલિકા વિસાવદરના ચુંટાયેલા તમામ સભ્યઓને જાણ કરવામાં આવેલ છે. આ બેઠકનું પ્રમુખ અધિકારી તરીકે પ્રાંત અધિકારી, વિસાવદરને નિયુકત કરવામાં આવેલ છે. પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની મુદત અઢી વર્ષની રહેશે. જેથી તે જોગવાઈ મુજબ વિસાવદર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદ્દાની મુદ્દત આ બેઠકમાં નક્કી કરવાની રહેશે.
ગુજરાત નગરપાલિકા (અનુસુચિત જાતિ, અનુસુચિત આદિજાતિ, પછાત વર્ગો અને સ્ત્રોઓ માટે પ્રમુખના હોદ્દા અનામત રાખવા બાબત) નિયમ-૧૯૯૪ (સુધાર નિયમો-૨૦૦૨) તેમજ વંચાને લીધા તા. ૦૩-૧૨-૨૦૨૪ના જાહેરનામા અન્વયે નિયત થયેલ રોસ્ટર પોઇન્ટના-૧લો મુજબ પછાત વર્ગ સ્ત્રી વર્ગના ઉમેદવારને પ્રમુખ તરીકે ચુંટવાના રહેશે. તેમજ ઉપપ્રમુખને નગરપાલિકાની મુદ્દત માટે ચુંટવાના રહેશે તેમ વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી જાણવા મળે છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
