News of Tuesday, 25th February 2025
અમરેલી બોગસ લેટરકાંડ ગૃહમાં ગુંજતા ઘેરા પડઘા પડ્યા :પીઆઇ અને પીએસઆઇની બદલી કરી દેવાઈ
LCB PI. એ.એમ.પટેલની કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે બદલી.સાયબર ક્રાઇમ PI એ.એમ.પરમારની વડોદરા શહેરમાં બદલી : LCB PSI કુસુમ પરમારની વડોદરા ગ્રામ્યમાં બદલી

અમરેલી લેટરકાંડ મામલે, ગુજરાતના પોલીસ વડાએ આખરે મોટી કાર્યવાહી કરી છે. આ બોગસ લેટરકાંડનો મુદ્દે ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રમાં ગુંજ્યા બાદ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયએ પીઆઈ પીએસઆઈની બદલીના આદેશ કર્યા છે. અમરેલી LCB PI. એ.એમ.પટેલની કચ્છ પશ્ચિમ- ભુજ ખાતે બદલી કરી દેવાઈ છે. જ્યારે અમરેલીના સાયબર ક્રાઇમ PI એ.એમ.પરમારની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે. અમરેલી LCB PSI કુસુમ પરમારની વડોદરા ગ્રામ્યમાં બદલી કરવામાં આવી
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
