<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th February 2025

રવિવારથી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં અતિરિક્ત સ્લીપર કોચ લગાવાશે

ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેનમાં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય

ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958/22957)માં હંગામી ધોરણે વધારાનો સ્લીપર કોચ લગાવવાનો નિર્ણય લીધો છે.

ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ વિગતવાર વર્ણન નીચે મુજબ છેઃ

વેરાવળથી ગાંધીનગર કેપિટલ સુધી ચાલતી વેરાવળ-ગાંધીનગર કેપિટલ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22958)માં તારીખ 01.03.2025 થી 30.04.2025 સુધી એક વધારાનો સ્લીપર કોચ લગાવવામાં આવશે.

તેવી જ રીતે, ગાંધીનગર કેપિટલથી વેરાવળ જતી ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ દૈનિક ટ્રેન (22957)માં એક વધારાનો સ્લીપર કોચ ગાંધીનગર કેપિટલથી તારીખ 02.03.2025 થી 01.05.2025 સુધી લગાવવામાં આવશે.

 

(12:15 AM IST)