News of Thursday, 27th February 2025
સોમનાથ દર્શન માટે ભક્તોનો અપાર ઉત્સાહ

પ્રભાસપાટણ તા.૨૬: સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ રાત્રીના પગપાળા એસ ટી, રેલ્વે અને પ્રાઇવેટ વાહનો દ્વારા મોટી સંખ્યામાં લોકો સોમનાથ પધારેલ હતા અને વહેલી સવારે ૪:૦૦ વાગ્યે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા, ત્યારથી ભક્તો નો પ્રવાહ ઉમટી પડ્યા હતા અને દર્શન માટે લાંબી કતારો લાગી હતી.
મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી ફુલ્લિત બન્યું. ‘‘ૐ નમઃ શિવાય'' અને ‘‘જય સોમનાથ'' ના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગૂંજી ઉઠ્યું, અને ભક્તોએ મહાદેવના દર્શનનો અનોખો આનંદ અનુભવ્યો. સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપૂજનમાં વિશ્વશાંતી અને વિશ્વ કલ્યાણ થાય એવી પ્રાર્થના કરવામાં આવેલી હતી.
સોમનાથ મહાદેવની વિશેષ પ્રાતઃ શળંગાર કરવામાં આવેલો હતો જેમાં સુંદર પીતાંબરો તેમજ વિશેષ ફુલના હારોનો ઉપયોગ કરવામાં આવેલો હતો. પારંપરિક શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ધ્વજા પૂજા અને ત્યારબાદ ધ્વજારોહણ ટ્રસ્ટી પ્રવીણભાઈ લહેરી દ્વારા કરવામાં આવેલ હતું.
સવારે નવ કલાકે મંદિર પરિસરમાં ભવ્ય અને દિવ્ય પાલખી યાત્રા નિકળેલ જેમા હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને જય સોમનાથના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું અને આ પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફરેલ હતી.(તસ્વીર દેવાભાઇ રાઠોડ)(૨.૪)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
