News of Thursday, 27th February 2025
હળવદમાં બંદૂક બતાવીને જાનથી મારી નાખવાની ધમકી

( દીપક જાની દ્વારા ) હળવદઃ તા. ૨૭: હળવદ પોલીસ મથક ખાતે રણછોડભાઇ ઓધવજીભાઇ ચાવડા ઉ.વ.૫૦ રહે. કળષ્ણનગર હનુમાનજીના મંદિર પાસે, હળવદવાળાએ પંકજ ચમનભાઇ ગોઠી રહે હળવદ કણબીપરા અને મેહુલ ઉર્ફે મેરૂ પ્રેમજીભાઇ દલવાડી રહે. હળવદ કણબીપરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે હળવદમાં મોરબી દરવાજા,પટેલ વાડી પાસે આવેલ ભગવતી પાન નામની દુકાન પાસે તેઓ દયારામભાઈ સાથે ઉભા હતા. તે વેળાએ આરોપી પંકજ તથા તેનો મિત્ર મેહુલ ઉર્ફે મેરૂ દલવાડી બન્નેએ દયારામભાઇને બંદુક જેવુ હથીયાર બતાવી ગાળો આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ ફરિયાદના આધારે બન્ને શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. (૩.૪)
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
