<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

પોરબંદર જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ

અટકાવવા અલગથી સીસીટીવી મોનેટરીંગ સુપરવાઇઝર : શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થાય તે માટે તમામ કેન્‍દ્રો ઉપર અલાયદી વ્‍યવસ્‍થા : પરીક્ષાર્થીઓને મુંઝવણ માર્ગદર્શન મદદ માટે જિલ્લા કંટ્રોલ નંબર ૯૮ર૪૦ ૮૧પ૮૯: પોરબંદર જિલ્લામાં ધો. ૧૦-૧ર બોર્ડની પરીક્ષા માટે ૧૧૪પ૧ વિદ્યાર્થીઓઃ પરીક્ષા કેન્‍દ્ર પાસે આરોગ્‍ય સેવા અને ટ્રાફિક નિયમન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૭: જિલ્લામાં ધો. ૧૦ અને ૧ર ની બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અલગથી સીસીટીવી મોનેટરીંગ સુપરવાઇઝરો રાખવામાં આવ્‍યાં છે.

પોરબંદર જિલ્લામાં ૧૧,૪૫૧  વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ ૧૦માં ૧૦ કેન્‍દ્રોમાં ૭૬૦૫, ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૬ કેન્‍દ્રમાં ૩૪૯૨ અને વિજ્ઞાન પ્રવાહમાં એક કેન્‍દ્રમાં ૩૫૪ પરીક્ષાાર્થીઓ નોંધાયા છે. આગામી તારીખ ૨૭ ફેબ્રુઆરીથી રાજ્‍યમાં શરૂ થઈ રહેલી બોર્ડ પરીક્ષાઓ સંદર્ભે પોરબંદર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સુનિヘતિ કરવામાં આવી છે.

પોરબંદર જિલ્લામાં આ વર્ષે બોર્ડ પરીક્ષાઓમાં ધોરણ ૧૦ અને ૧૨ના મળીને કુલ ૧૧,૪૫૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.  પોરબંદર જિલ્લામાં ધોરણ ૧૦માં ૭૬૦૫ વિદ્યાર્થીઓ, ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૩૪૯૨ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૩૫૪ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન થાય તે માટે પોરબંદર જિલ્લામાં તમામ પરીક્ષા સ્‍થળો પર સીસીટીવી કેમેરા દ્વારા પરીક્ષાઓનું મોનિટરીંગ કરવામાં આવશે. દરેક પરીક્ષા સ્‍થળ પર સીસીટીવીના સતત મોનીટરીંગ માટે અલગથી ‘સીસીટીવી મોનીટરીંગ સુપરવાઈઝર' રાખવામાં આવ્‍યા છે.

 પરીક્ષાર્થીઓ માટે જિલ્લા કંટ્રોલ નંબર ૯૮૨૪૦૮૧૫૮૯ તથા ૯૭૧૨૩ ૭૨૨૭૯ તેમજ ૦૨૮૬ - ૨૨૫૧૩૫૦ જાહેર કરવામાં આવ્‍યો છે. સાથે જ, ‘‘આત્‍મવિશ્વાસ પરીક્ષા પે ચર્ચા'' અંર્તગત એસ.એસ.સી તથા એચ.એસ.સી વિષયોના પ્રશ્‍નોના સમાધાન તથા અન્‍ય મૂંઝવણો અંગે વિષય શિક્ષક તેમજ મનોચિકિત્‍સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

પોરબંદર જિલ્લામાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ સંપન્ન થાય તે માટે સ્‍ટ્રોંગ રૂમ, વીજ પુરવઠો, પરીક્ષા કેન્‍દ્રની નજીક આરોગ્‍ય સેવાઓ સહિત ટ્રાફિક પોલીસ સાથે પણ સંકલન કરીને વ્‍યવસ્‍થાઓ સુનિヘુિત કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં ધોરણ ૧૦માં ૩૫, ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૩૧ અને વિજ્ઞાન પ્રવાહમાં ૧ દિવ્‍યાંગ પરીક્ષાર્થી પરીક્ષા આપી રહ્યા છે. પોરબંદર શહેર અને ગ્રામ્‍ય પંથકમાં ૧૦ કેન્‍દ્રમાં ૩૨ બિલ્‍ડીંગ અને ૨૬૯ બ્‍લોકમાં ધોરણ ૧૦ ના પરીક્ષાર્થી પરીક્ષા આપશે. તેમજ ધોરણ ૧૨ સામાન્‍ય પ્રવાહમાં ૬ કેન્‍દ્રોમાં ૧૪ બિલ્‍ડીંગ અને ૧૧૪ બ્‍લોકમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ઉપરાંત વિજ્ઞાન પ્રવાહ માટે એક કેન્‍દ્રમાં ૨ બિલ્‍ડિંગ અને ૧૯ બ્‍લોકની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.(૭.૧૩)

(1:09 PM IST)