<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

૧૯મો સમૂહ લગ્નોત્‍સવ : પાંચ યુગલોના પ્રભુતામાં પગલા

હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ તથા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજન સોનાના મંગલ સુત્ર સહિત ૧૩૦ વસ્‍તુઓનો કરિયાવર ભેટ આપીઃ ટ્રસ્‍ટના પ્રમુખ મનહરભાઈ હિંડોચા (ભુપતભાઈ) અને પૂર્વ પી.એ.ટુ મેયર કનુભાઈ હિંડોચાના માર્ગદર્શન હેઠળ પ્રસંગ સંપન્ન આ સમુહ લગ્નમાં રાજકોટના પૂર્વ મેયર પ્રદિપ ડવ અને રાજકોટ મનપાના શાસક પક્ષના દંડક મનીષભાઇ રાડીયાએ આર્શીવચન પાઠવ્‍યા હતા

રાજકોટ, તા. ર૬: હિંડોચા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ ગત તા.૨૩ ને રવિવારના રોજ સાતોદડ ગામે શ્રી કુળદેવી તથા શ્રી સુરાપુરા બાપાના મંદિર શ્રી નાગરાજ ધામ ખાતે લોહાણા સમાજની દીકરીઓ માટે યોજાયેલ ૧૯માં સમૂહ લગ્ન પ્રસંગે પાંચ યુગલોએ પ્રભુતામાં પગલા પાડેલ.

આ શુભ અવસરે શ્રી રાંદલ માતાજીના મંદિર (દડવા)ના મહંતશ્રી મુકેશબાપુ તથા હરિદ્વારથી પધારેલા સંતશ્રી સચ્‍ચીદાનંદ સ્‍વામી સહિતના સંતો તેમજ રાજકોટના પૂર્વ મેયર ડો. પ્રદિપ ડવ અને રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા ઉપસ્‍થિત રહી નવદંપતિઓને આશીર્વચન પાઠવેલ અને હિંડોયા પરિવાર સમુહલગ્ન સમિતિ દ્વારા યોજવામાં આવેલ આ ૧૯માં સમુહલગ્નના ઉમદા આયોજનને બિરદાવી આયોજકોને અભિનંદન પાઠવેલ,

આ પ્રસંગે ભાયાવદર લોહાણા મહાજનના પ્રમુખ શશીભાઈ હિંડોચા, ઉપપ્રમુખ ભરતભાઈ ચન્ના બાબરા, મંત્રી નિમેશભાઈ બુધ્‍ધદેવ તેમજ રાજકોટ શહેરના વોર્ડ નં. ૯માં જલારામ જયંતિની ઉજવણી સંસ્‍થાના હોદ્દેદારશ્રી રાજુભાઈ તન્ના, મનોજભાઈ ખાખરીયા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ સેક્રેટરી હરીશ રૂપારેલીયા તથા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી તથા પૂર્વ અધિકારી કે.બી. ઉનાવા, અમિત ચોલેરા, હરેશ લખતરીયા વિગેરે ઉપસ્‍થિત રહી નવદંપતિઓને શુભેચ્‍છા અને આયોજક મંડળને અભિનંદન પાઠવ્‍યા હતા.

આ પ્રસંગે ઉપસ્‍થિત સંતશ્રીઓ, લંડન નિવાસી નવનીતભાઈ, ઇલાબેન હિંડોચા, નૈલેશભાઈ, ગોવા શિપયાર્ડ લી.ના ડાયરેક્‍ટર અને જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ હસુભાઈ હિંડોચા દ્વારા નવયુગલોને સોનાના મંગલસુત્ર અર્પણ કરી આશીર્વચન પાઠવેલ. આ પ્રસંગે મુંબઈ સ્‍થિત હર્ષ હિંડોચા, ધ્રુવી હિંડોચા તથા સ્‍વ જયંતિલાલ વિઠલદાસ હિંડોચા, ગં.સ્‍વ.શ્રી હીરાબેન જયંતિલાલ હિંડોચા (હસ્‍તે આફ્રિકા વાળા ભાવેશભાઈ જેન્‍તીલાલ હિંડોચા) ઉપરાંત લંડન સ્‍થિત નવનીતભાઈ રણછોડદાસ હિંડોચા, ઇલાબેન હિંડોચા, નીલેશભાઈ હિંડોચા, સીરીશભાઈ હિંડોચા, શોભનાબેન હિંડીયા તરફથી, હિંડોચા પરિવાર દ્વારા દીકરીઓને ખુબજ સહયોગ મળેલ છે.

૧૯માં સમુહ લગ્ન પ્રસંગે દરેક કન્‍યાને સોનાનું મંગલસુત્ર, સોનાની બુટી, સોનાની ડેલીગેટ ચેઈન, સોનાની વીટી, સોનાની ચૂક, સોફાસેટ, વોશિંગ મશીન, ગોદરેજ કબાટ, પલંગ, ચુંદડી, પાનેતર, ટ્રસ્‍ટ અને દાતાશ્રીઓ દ્વારા ડ્રેસ, સાડી, કુર્તી સહિતના સત્તર જોડી કપડા, ડનલોપનું ગાદલું, મિક્ષ્ચર, ચાંદીના સાંકળા, મખમલ બ્‍લેન્‍કેટ, ઓછાડ સેટ, ટોસ્‍ટર મશીન, સુટકેશ તથા સ્‍ટીલના વાસણો તેમજ અન્‍ય ગળહ ઉપયોગી કુલ ૧૩૦ ઉપયોગી ચીજવસ્‍તુઓ દીકરીઓને શુભેચ્‍છા ભેટ તરીકે આપવામાં આવેલ.

લગ્નોત્‍સવને સફળ બનાવવા હિંડોચા પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ ભુપતભાઈ હિંડોચા, પૂર્વ પી.એ.ટુ મેયર કનુભાઈ હિંડોચાના માર્ગદર્શન હેઠળ દિલીપભાઈ હિંડોચા, નલીનભાઈ હિંડોચા, ગોવિંદભાઈ હિંડોચા, વિનસભાઈ હિંડોચા, ભાવેશભાઈ, હિતેશભાઈ, ધર્મેશભાઈ, તરુણભાઈ હિંડોચા, મયુરભાઈ હિંડોચા, કેતનભાઈ હિંડોચા, મનીષભાઈ હિંડોચા, કળણાલ હિંડોચા, મિત્રસેન હિંડોચા, હિતેશ હિંડોચા, પ્રતિક હિંડોચા, સાકેત હિંડોચા, જય હિંડોચા, ધવલ હિંડોયા, જયેશ હરિયાણી, પરેશ સોઢા, નિલેષ દાસાણી, ઉપરાંત હિંડોયા પરિવારના ભાઈઓ બહેનોએ વિગેરેએ જહેમત ઉઠાવી હતી. 

કાર્યક્રમના અંતે સમૂહ લગ્નમાં પધારેલ સંતશ્રીઓ, મહાનુભાવો તેમજ મુખ્‍ય દાત્તાશ્રીઓનું સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ. કુમાર હિંડોચા તથા તેમની કલાકારોની ટીમ દ્વારા લગ્ન ગીતોનો રમઝટ બોલાવેલ તેમજ જામકંડોરણાના રાજદીપ મંડપ દ્વારા જાજરમાન સમીયાણો ઉભો કરવામાં આવેલ. તેમ ટ્રસ્‍ટના ટ્રષ્‍ટી એમ. હિંડોચાની યાદીમાં જણાવાયું છે.

(10:48 AM IST)