<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

જોરાવરનગરમાં બંધ મકાનમાં ધોળા દિ'એ એક લાખની ઘરફોડી

નિવૃત પા.પૂ. બોર્ડના વર્કચાર્જ ઓપરેટર લગ્નપ્રસંગે ગયા હતા

વઢવાણ તા.૨૭: જોરાવરનગરમાં જૂની પોસ્‍ટ ઓફીસ પાસે આવેલ આદેશ્વર ફલેટની સામે ૬૫ વર્ષીય વિકેશભાઈ નંદલાલભાઈ વ્‍યાસ રહે છે. તેઓ પાણી પુરવઠા વિભાગમાં વર્ક ચાર્જ ઓપરેટર તરીકે ફરજ બજાવી નિવળત જીવન વિતાવે છે.

તેમના વેવાઈને ત્‍યાં ભરાડા ગામે માંડવો હોઈ તથા અમદાવાદમાં ભાઈના દિકરાના લગ્ન હોઈ પરીવાર સાથે ત્‍યાં ગયા હતા. જેમાં બપોરના સમયે પડોશીએ ફોન કરી ઘરના દરવાજા ખુલ્લા હોવાનું તથા ચોરી થઈ હોવાની શકયતા વર્ણવતો ફોન કર્યો હતો.આથી વિકેશભાઈ પરીવાર સાથે જોરાવરનગર સાંજે આવ્‍યા હતા. અને તપાસ કરતા ઘરના મુખ્‍ય દરવાજાનો નકુચો તથા તાળુ તુટેલુ હતુ. ઘરનો સામાન વેરવીખેર હતો અને તિજોરીમાંથી તસ્‍કરો ઘરેણાની ચોરી કરી ગયા હતા. જેમાં તસ્‍કરો સોનાનો ચેન, પેન્‍ડલ, બુટ્ટી, ૧ ગ્રામના સોનાના સેટ અને રૂ. ૮૦ હજાર રોકડા સહિત કુલ રૂ. ૧,૦૬,૮૩૦ની મત્તા ચોરી કરીને લઈ ગયા છે.

આ સમયગાળા દરમીયાન જ જોરાવરનગરની સુખધામ સોસાયટીમાંથી શ્‍યામ મોહન વર્માનું બાઇક પણ ચોરાયુ હતુ. બનાવની જોરાવરનગર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી અશોકસીંહ પરમાર ચલાવી રહ્યા છે

(11:10 AM IST)