News of Thursday, 27th February 2025
અંજારમાં વ્યાજખોરીનો ધંધો કરનાર બે બહેનો અને એક ભાઇની પાસા હેઠળ ધરપકડ

ભુજ તા. ર૭: પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર રીતે વ્યાજખોરીના ગુના આચરતા માથાભારે ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર એ. આર. ગોહિલ દ્વારા લોકોને ઉંચા વ્યાજે નાણાં ધીરાણ આપી તેઓની પાસેથી ઉંચા દરનું વ્યાજ વસુલી તેમજ મિલકત બળજબરીથી પડાવી લેવાના ગુના આચરતા આરતી ઇશ્વરગર ગૌસ્વામી, તેજસ ઇશ્વરગર ગૌસ્વામી, રીયા ઇશ્વરગર ગૌસ્વામી રહે. અંજાર વાળાઓ વિરુદ્ધ અગાઉ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ.
આ ત્રણેય ઇસમો તેમની ગેરકાયદેસર વ્યાજની પ્રવૃતિ ચાલુ રાખતા અંજાર પોલીસ સ્ટેશનમાં સમયાંતરે વ્યાજખોરીના ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટર તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઇશ્યુ કરતા પોલીસ ઇન્સપેકટર એન. એન. ચુડાસમા એલ.સી.બી.ની આગેવાનીમાં એલ.સી.બી. તથા અંજાર પો. સ્ટે.ની ટીમ દ્વારા પાસા તળે અટકાયતમાં લઇ મધ્યસ્થ જેલ અમદાવાદ તથા મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે જેલ હવાલે મોકલી આપવામાં આવેલ છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
