News of Thursday, 27th February 2025
સાયલાના મોટા ભડલા ગામે કૌટુંબિક કાકી સાથેના પ્રેમ સંબંધમાં યુવાન દિયરની પ્રેમી દ્વારા હત્યા
ખરગીયા પરિવારમાં બનેલી કરૂણ ઘટના : ફરસીનો ઘા માર્યો : બનાવ બાદ પરિણિતા ગૂમ થતા ચરચારી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૭ : સાયલા તાલુકાના છેલ્લા અને છેવાડાના સુખભાદર નદીને કાંઠે આવેલા મોટા ભડલા ગામે મોડી રાતના સમયે પરિણીત પ્રેમિકાને મળવા આવેલા ગામના જ સતો ઉફ્રે સતિષ ખરગીયા નામના શખ્સની જાણ થતા ઘરના લોકો જાગી જતા તે ભાગીને પોતાના ઘેર છુપાઈ ગયો હતો. આ બાજુ પરિવારના ત્રણથી ચાર લોકો તેના ઘરે જતા સમયે સતાએ આવેશમાં આવી ત્યાં પહોંચેલા લોકોમાંથી ભુરાભાઈ વશરામભાઇ ખરગીયા નામના યુવાનના માથાના ભાગે પર ફરસીનો ઘા ઝીંકી દેતા લોહીના ફૂવારા ઉડયા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેનું કરુણ મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
ગામમાં રહેતા સતા ઉફ્રે સતિષ ભોટાભાઈ ખરગીયાને તેનાં જ કુંટુંબના બોઘાભાઈ ની પત્ની લખીબેન સાથે છેલ્લા ચારેક વર્ષ અગાઉ આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને બન્ને અવારનવાર છાનામાના એક બીજાને મળતા હતા. મંગળવારની રાતે એકાદ વાગ્યાના અરસામાં સતો ઉફ્રે સતિષ લખીબેનને મળવા તેના ઘરે ગયો તે સમયે ઘરના લોકો જાગી જતા દેકારો બોલી ગયો હતો. રાતના સમયે થયેલ દેકારા બાદ સતો ઉફ્રે સતિષ ત્યાંથી નાસી છૂટી પોતાના ઘરમાં ઘૂસી ગયો હતો. બોઘાભાઈ, તેમના ભાઈ ભુરાભાઈ સહિત ત્રણ થી ચાર લોકો સતાને આ અનૈતિક સંબંધ બાબતે સમજાવવા તેના ઘરે જતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને સમજાવવા સમયે તેણે કહેલ કે તમે બધા અહીંથી જતા રહો નહીંતર હું તમને બધાને મારી નાખીશ કહી તેની પાસે રહેલ ફરસીનો ઘા ત્યાં ઊભેલા ભુરાભાઈના માથા પર કરતા રાડારાડી બોલી ગઈ હતી. આરોપી સતા દ્વારા કરાયેલ ફરસીનો ઘા મરણતોલ સાબિત થતા સારવાર મળે તે પહેલા જ ભુરાભાઈનું કરુણ મળત્યું થતા ખોબા જેવડા મોટા ભડલા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
આરોપી સતા ઉફ્રે સતિષ ને પણ રાતના સમયે થયેલ બોલાચાલી બાદ હત્યાની ઘટનામાં ઇજાઓ થવા પામી હતી. તેથી તેને પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હાલ તેની પૂછપરછ કરવામાં આવી હોવાનો વિગતો પણ બહાર આવી છે. સંબંધમાં કાકી થતી એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધના કરુણ અંજામમાં મહિલાનાં દિયર એવા યુવાને જીવ ગુમાવ્યો છે. ત્યારે મળતકના ભાઈ ગેલાભાઈ વશરામભાઇ ખરગીયા દ્વારા આરોપી સતા ઉફ્રે સતિષ ભોટાભાઈ ખરગીયા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ ધજાળા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
૧૭ દિવસમાં
બે યુવાનોની હત્યાના
સાયલામાં ગત તા. ૯મી ફેબ્રુઆરીએ લગ્નપ્રસંગમાં કરેલ ખર્ચની ઇર્ષા રાખી થયેલ માથાકૂટમાં પાંચ શખ્સો દ્વારા આશાસ્પદ યુવાનની કરપીણ હત્યાના બનાવ હજુ માનસપટ પર તરવરી રહ્યા છે ત્યારે મોટા ભડલા ગામે અનૈતિક સંબંધ બાબતે સમજાવવા ગયેલ યુવાનની હત્યાથી ધાક ઉડી ગઈ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ગામમાં બંદોબસ્ત ખડકી દેવાયો
હત્યાના બનાવની જાણ થતા લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, ધજાલા પોલીસ સહિતનો કાફ્લો ત્યાં દોડી ગયો હતો અને હત્યારા સતા ખરગીયા ના ઘર પાસે તથા મળતકના ઘર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.પાળીયાદ હોસ્પિટલ ખાતે મળતક યુવાન ના પોસ્ટમાર્ટમ બાદ પોલીસ પહેરા વચ્ચે યોજાયેલ અંતિમવિધિમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સવા મહિનામાં
૧૦ ઘટના નોંધાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથક સાયલા તથા ધજાળા પોલીસ મથક હેઠળના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મારામારી, ફયરિંગની આઠ તથા હત્યાની બે ઘટના માત્ર સવા મહિનાના સમયગાળામાં બનવા પામતા પંથકના આમ નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મોટા ભડલા ગામે બનેલ યુવાનની કરપીણ હત્યાના બનાવમાં મળતકની ભાભી અને હત્યારાની પ્રેમિકા એવી મહિલા લખીબેન પણ સવારના ઘરેથી ગુમ થઇ ગઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું જ્યારે તંત્ર દ્વારા પરણિત મહિલાને શોધવા માટે પણ પોલીસ ટીમને કામે લગાડી દીધી હતી. પરંતુ સાંજ સુધી તેની પણ કોઈ ભાળ નહીં મળતા તેણે પણ કોઈ અનિચ્છનીય પગલું ભર્યું છે કે કેમ તેવા અનેક રહસ્યો સર્જાયા છે
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
