<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

જેતપરના ગીતાબેનનું દાઝી જતાં મોત

અઢાર દિવસની સારવારને અંતે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૭: મોરબીના જેતપર ગામે રહેતાં ગીતાબેન પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.૩૬)નું દાઝી જવાથી મોત થયું છે.

ગીતાબેન તા. ૧૦/૨ના રોજ ચુલા પર પાણી ગરમ કરતાં હતાં ત્‍યારે પહેરેલા કપડાને ઝાળ લાગી જતાં દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર ગીતાબેનના લગ્ન ચોૈદ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(12:05 PM IST)