News of Thursday, 27th February 2025
સુરેન્દ્રનગરમાં વ્યાજખોરે યુવાનને મારી નાખવાની ધમકી આપી

વઢવાણ, તા. ર૭ : સુરેન્દ્રનગર સીટી એ-ડીવીઝજ પોલીસ મથકે વચલી ફાટક પાસેના રહીશ સિધ્ધીબેન ભરતભાઇ શેઠે વ્યાજ અંગે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ ૧૫-૨-૨૫ના રોજ તેમનો દીકરો રોહન લગ્ન પ્રસંગમાં વડોદરાથી સુરેન્દ્રનગર ૧૬-૨-૨૫ના રોજ આવ્યો હતો. તે ઘર તરફ આવવા દરમિયન રસ્તામાં ગેટ સ્ટેશન પાસે જીગ્નેશભાઇ ખરગીયાએ આવી રોહનને ઊભો રાખી ગાળો આપી મારા રૂપિયા આપી દેજે તેમ કહી પાટુ મારી અને રોહનનો મોબાઇલ મોબાઇલ તોડી નાંખી અને ૯૦૦ રૂપિયા લઇ લીધા હતા. તથા મારા રૂપિયા આપી દેજે નહીં તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
આ શખ્સ પાસેથી ૩૫૦૦૦ રોજના ૫૦૦ લેખે આપવાની શરતે ૫૦ ટકા વ્યાજે લીધા હતા. તેઓને દોઢ મહિના ૫૦૦ લેખે રોજના પરત આપ્યા ત્યાર પછી ધંધો ચાલતો ન હોવાથી વડોદરાથી પરત આવ્યો ત્યારે માર મારી લૂંટ ચલાવી હતી. આથી પોલીસે સર્વોદય સોસાયટીના જીગ્નેશભાઇ મુકેશભાઇ ખરગીયાએ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
