News of Thursday, 27th February 2025
લીંબડીમાં જૂની અદાવતે બે લોકોને ગડટાપાટુ માર્યા જાહેરમાં દુકાન પાસે બનેલા બનાવથી રોષ

વઢવાણ તા. ર૭ :.. લીંબડીમાં અસામાજિક તત્વોના ત્રાસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગઇકાલે રાત્રિના લીંબડીમાં ઠંડા પીણાની એક દુકાન પાસે ૪ થી ૫ લોકોએ દુકાનદાર સહિત ૨ લોકોને માર માર્યો હતો. આ ઘટનામાં જૂની અદાવતમાં દુકાનદાર અને બે લોકોને માર માર્યાની માહિતી સામે આવી છે. ત્યારે વારંવાર આ રીતે લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવતી મારામારીના કારણે શહેરમાં ડરનો માહોલ ફેલાયો છે. જ્યારે બીજી તરફ લોકોમા તંત્રની સામે રોષ જોવા મળ્યો છે.ત્યારે આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી આગળ ધપાવી છે. વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો મુજબ એક સોડાની દુકાન બહાર ૬-૭ લુખ્ખા તત્વો ભેગા થયા હતા. જેઓએ જૂની અદાવત રાખીને બે લોકોને ગડદાપાટુનો માર માર્યો હતો.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
