News of Thursday, 27th February 2025
નાના ખૂંટવડા ગામે સવા લાખના ગાંજા સાથે ઝડપાયો

ભાવનગરઃ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ. સુનેસરા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી પોલીસના હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. રાજેન્દ્રસિંહ ગોહિલની સંયુકત બાતમીના આધારે ધીરૂભાઇ કેશુભાઇ ગોહિલ ઉ.વ.૬૪, ધંધો-ખેતી રહે. નાના ખુંટવડા ગામની સીમ, તા.મહુવા, પોતાની વાડીમાં લીલો ગાંજાના છોડ નંગ ૩૫ જેનુ વજન ૧૪.૦૬૦ કિ.ગ્રામ જેની કિ.રૂ.૭૦,૩૦૦/- તથા લીલો સુકો ગાંજો ૪.૫૬૦ કિ.ગ્રામ જેની કિં.રૂ. ૪૫,૬૦૦/- સહિત કુલ કિ.રૂ.૧,૧૫,૯૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. અંગે તેના સામે એન.ડી.પી. એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ગુલમહમદભાઇ કોઠારીયા દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
