<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

સોમનાથના સાનિધ્‍યમાં શિવ તાંડવ નૃત્‍યના માધ્‍યમથી સર્જન અને સંહાર તાદ્રશ્‍ય થયાં

નૃત્‍યાંગના રાજશ્રી વારિયર અને નૃત્‍યવૃંદ દ્વારા ભરતનાટયમની પ્રસ્‍તુતિ રજૂ કરાઈ

પ્રભાસ પાટણ, તા.૨૭: શ્રદ્ધા અને કલાના સમન્‍વય એવા સોમનાથ મહોત્‍સવના તળતીય દિવસે અનેકવિધ નળત્‍ય પ્રસ્‍તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંના ભરતનાટયમ નળત્‍યાંગના શ્રી રાજશ્રી વારિયર અને નળત્‍યવળંદ દ્વારા સંગીત, સાહિત્‍ય અને અભિનયના ત્રિવેણી સંગમ સમાન ભરતનાટયમના માધ્‍યમથી શિવની ઉપાસના રજૂ કરાઈ હતી.

શિવજીનું તાંડવ-નળત્‍ય લયબદ્ધતાનું પ્રતિક છે. ગણેશ સ્‍તુતિ, શિવ તાંડવ નળત્‍ય, દુર્ગા રાગમાં શિવ સ્‍તુતિના માધ્‍યમથી શ્રી રાજશ્રી વારિયર અને તેમના વળંદે એક જ ક્ષણે રૌદ્રરૂપ, વ્‍યગ્રતા, કરુણા, વિહવળતા, ભવ્‍યતા તેમજ સર્જન અને સંહાર તાદ્રશ્‍ય કર્યા હતાં. ભરતનાટયમની વિવિધ સ્‍તુતિઓ થકી લય, તાલ અને તેના આરોહ અવરોહ, ઉતાર-ચઢાવ, ભાવભંગીમાઓના માધ્‍યમથી કલારસિકો શિવભક્‍તિમાં લીન થયાં હતાં.

(12:21 PM IST)