News of Thursday, 27th February 2025
આજે જૂનાગઢ-રાજકોટ વચ્ચે વધુ એક મહાશિવરાત્રી મેળો વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે: જાણો સમય
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે આજે ગુરુવારે વધુ એક જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો

જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે આજે 27-02-2025 (ગુરુવાર)ના રોજ વધુ એક જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે
રાજકોટથી જૂનાગઢ જવા વાળી રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 13.00 કલાકે જૂનાગઢ પહોંચશે.
જૂનાગઢથી રાજકોટ જવા વાળી જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે.
ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેન તરીકે દોડશે.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
