<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

સોમનાથ છેલ્લા ૨૫ વર્ષ થી ઉતરપ્રદેશના અલીગઢ ના ભવદેશ ગુપ્‍તા અને તેમના ૧૫૦ થી વધુ પરીવારજનો દ્વારા શિવરાત્રીનો ફળાહાર

 

પ્રભાસપાટણ,તા.૨૬: શિવરાત્રી ના છેલ્લા ૨૫ વર્ષ થી ઉતરપ્રદેશના અલીગઢ ના ગુપ્‍તા પરીવાર દ્વારા સોમનાથ મા આવે છે અને એક દિવસ ફરાળી વાનગીઓ જેમાં સાબુદાણા ની ખીચડી અને સફરજન, દ્રાક્ષ, કેળા સહિત ના ફળો થી સોમનાથ આવતા હજારો ની સંખ્‍યામાં લોકો ને વહેલી સવારથી સાંજ સુધી ફળાહાર કરાવે છે અને ભોલેનાથ ની જયઘોષ બોલતા જાય છે અને બીજા દિવસે પુરી શાક જમાડે છે આમ બે દિવસ સુધી વર્ષો થી લોકો ને સેવા માટે પધારે છે

 માલતી રોડવેઝ અને જય સોમનાથ ટ્રાન્‍સપોર્ટ ના ભવદેશ ગુપ્‍તા, મુકતાં ગુપ્‍તા, પ્રતિક ગુપ્‍તા,રીષીક, અરવિંદ, વરૂણ,રાજુ, સોનું સહિત ૧૫૦ પરીવાર સોમનાથ પધારેલ ભવદેશ ગુપ્‍તા રાષ્‍ટ્રીય સંગઠન યુવા હિન્‍દુ વાહિની ના મંત્રી છે અને સોમનાથ મહાદેવ ઉપર ખુબજ આસ્‍થા ધરાવે છે અને તેવોએ જણાવ્‍યું કે અત્‍યાર સુધીમાં સોમનાથ મહાદેવ એ તેમની હર મનોકામના પૂર્ણ કરેલ છે.(તસ્‍વીરઃદેવાભાઇ રાઠોડ)

(12:24 PM IST)