News of Thursday, 27th February 2025
જુનાગઢ ગિરીશભાઇ કોટેચાના નિવાસસ્થાને ગૃહમંત્રી

જુનાગઢઃ પુર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાના ગિરીરાજ વીલા બંગલા ખાતે ગૃહ રાજયમંત્રી હર્ષભાઇ સંઘવીએ રોકાણ કરી ફરાળ પણ કર્યુ હતું. શ્રી હર્ષભાઇ સંઘવીનું ચાંદનીબેન કોટેચાએ તિલક કરી કોટેચા પરિવાર વતી આવકાર્યા હતા. આ મુલાકાત દરમ્યાન સંગઠન મંત્રી રત્નાકરજી ગુજરાત ખેતી બેંકના ચેરમેન ડોલરભાઇ કોટેચા, ક્ષત્રીય સમાજના અગ્રણી પુર્વ જીલ્લા હોમગાર્ડ કમાન્ડર વનરાજસિંહ રાયજાદા, નોબલ યુનિવર્સિટીના પ્રમુખ નિલેશભાઇ ધુલેશીયા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા તેમજ શ્રીમતી ગીતાબેન કોટેચા સહીતના ઉપસ્થિત રહયા હતા. આ મુલાકાત દરમ્યાન મોટીવેશનલ પાર્થ કોટેચાએ પોતાના લીખીત લેટસ લીવ બી ફોર વીલીવ અંગ્રેજી બુક હર્ષભાઇ સંઘવીને અર્પણકરી હતી. તેમજ રત્નાકરજીને પણ અર્પણ કરેલ. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
