News of Thursday, 27th February 2025
પોરબંદરના શ્રીહરિ મંદિરમાં શિવરાત્રિની ઉજવણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૭: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણાથી મહાશિવરાત્રીના પર્વની ઉજવણી કરવામાં આવી.
મહાશિવરાત્રીના મહાપર્વમાં સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રી હરિમંદિર માં સવારે ભગવાન શ્રીચંદ્રમૌલીશ્વર મહાદેવ પર ઋષિકુમારો દ્વારા ષોડશોપચાર પૂજન પૂર્વક લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ વર્ષે અનેક મનોરથીઓ આ દિવ્ય અભિષેકવિધિમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. જેના પ્રતિનિધિરૂપે ઋષિકુમારોએ પૂજા-અભિષેકવિધિ સંપન્ન કરી હતી. અભિષેક બાદ મધ્યાホમાં મહાઆરતી સંપન્ન કરવામાં આવી. આ સાથે-સાથે સાંદીપનિની યજ્ઞશાળામાં અધ્યાપક ફાલ્ગુનભાઈ મોઢા અને ઋષિકુમારો દ્વારા શાષાોક્ત વિધિ-વિધાન સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ પણ કરવામાં આવ્યો. આ યજ્ઞમાં અમેરિકાના કેયુરભાઈ જયંતભાઈ પટેલ એ મનોરથી તરીકે સેવા આપી હતી જેના પ્રતિનિધિ યજમાન તરીકે સાંદીપનિની શ્રી બાબડેશ્વર સંસ્કળત મહાવિદ્યાલયના અધ્યાપક હિતેશભાઈ પાઠક દ્વારા હોમાત્મક લઘુરુદ્રયજ્ઞનીસંપૂર્ણ વિધિ કરવામાં આવી હતી. યજ્ઞની પૂર્ણાહુતિમાં સંસ્કળત મહાવિદ્યાલયના આચાર્ય બીપીનભાઈ જોષી અને સર્વે ગુરૂજનો તથા ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રત્યેક વર્ષ અનુસાર આ વર્ષે પણ વિશ્વમાં સુપ્રસિદ્ધ એવા બાર જ્યોતિર્લીંગમાંના એક વારાણસીના કાશીવિશ્વનાથ મહાદેવના સાન્નિધ્યમાં રહીને પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાએ વિદ્વાનો દ્વારા શાષાોકત વિધિ સાથે લઘુરુદ્રાભિષેક કર્યો હતો. આ સાથે શિવરાત્રી મહોત્સવ અંતર્ગત ત્રણ દિવસ તા.૨૫-૦૨-૨૦૨૫ થી તા. ૨૭-૦૨-૨૦૨૫ સુધી ૩૪મા ત્રિદિવસીય સંગીત મહોત્સવમાં પણ પૂજ્ય ભાઈશ્રી ઉપસ્થિત રહ્યા હતા અને સંગીત સમારોહમાં પોતાની શ્રેષ્ઠ કલાઓનું પ્રદર્શન કરનારા સંગીત કલાકારો અને નળત્યકારોને સન્માનિત કરીને આશીર્વાદ આપ્યા હતા.
આ ઉપરાંત કાશીમાં રહીને વિદ્યાદેવીની ઉપાસના કરનારા અને અવિરત પોતાના જ્ઞાન દ્વારા અધ્યાપન કરાવનારા કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલા ૧૧ જેટલા વિદ્વાનોનું પૂજ્ય ભાઈશ્રી દ્વારા ભાવપૂજન સન્માન કરવામાં આવ્યું હતું.
બાબડામાં બાબડેશ્વર મહાદેવને અભિષેક
પોરબંદરથી ૯ કિમી દુર આવેલા બાબડા ગામે કે જ્યાં સાંદીપનિ સ્થિત સંસ્કળત પાઠશાળાની સૌ પ્રથમ શરૂઆત થઇ હતી એવા દિવ્ય સ્થાન બાબડેશ્વર મહાદેવને ત્યાં પ્રત્યેક મહાશિવરાત્રી પર પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી ઋષિકુમારો દ્વારા લઘુરુદ્રાભિષેક કરવામાં છે. એ રીતે આ મહાશિવરાત્રીએ પણ ઋષિકુમારો દ્વારા વિધિપૂર્વક બાબડેશ્વર મહાદેવ પર લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો.
મહાશિવરાત્રી નિમિત્તે શ્રીહરિ મંદિરમાં વિશેષ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. જેના દર્શન અને અભિષેક કરવાનો અવસર આવેલા અનેક દર્શનાર્થીઓને મળ્યો હતો. આ સાથે સાંજે શ્રીહરિમંદિરમાં ભગવાન શ્રીચંદ્રમૌલેશ્વરના દિવ્ય શળંગાર દર્શન યોજાયા હતા. જેના દર્શનનો અનેક દર્શનાર્થીઓએ લાભ લીધો હતો. એ સાથે મહાશિવરાત્રિમાં પ્રહરપુજા-અભિષેકનું મહત્ત્વ હોય રાત્રે ૯:૦૦ થી બીજા દિવસે સવારે ૬:૦૦ સુધી એમ ત્રણ પ્રહરમાં પૂજા-અભિષેક સંપન્ન થયા હતા અને રાત્રે ૧૨:૦૦ વાગ્યે શ્રીચંદ્રમૌલીશ્વર મહાઆરતી સંપન્ન થઈ હતી. આ અવસરે અનેક ભક્તો આરતીના દર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રીહરિ મંદિરમાં થયેલા આ તમામ પૂજાવિધિ, અભિષેક અને આરતીનું sandipani.tv પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી અનેક ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. શ્રીહરિ મંદિરમાં આવેલા તમામ દર્શનાર્થીઓને ઠંડાઈનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
