<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉદ્યોગોનું ઝેરી પાણી છોડવા સરકારની મંજુરી સામે હાઇકોર્ટમાં રીટ

દરિયામાં પ્રદૂષિત પાણી ઠાલવવા પ્રોજેકટ સામે ઉગ્ર આંદોલનો બાદ દાદ નહીં મળતા ખારવા સમાજે કાયદાકીય શસ્‍ત્ર ઉગામ્‍યું

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૭: જેતપુરના સાડી ઉધોગોનું કેમીકલ્‍સ યુકત ઝેરી પાણી પાઇપ લાઇન દ્વારા પોરબંદરના દરીયામાં ઠાલવવા સરકારના પ્રોજેકટ સામે ખારવા સમાજ અને બોટ એસોસિએશન ᅠદ્વારા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી છે.

જેતપુરના સાડી ઉધોગોનું કેમીકલ્‍સ યુકત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવા સરકાર દ્વારા મંજુરી અપાઇ સામે સમસ્‍ત ખારવા સમાજ દ્વારા  વ્‍યાપક વિરોધ શરૂ કરેલ છે. પોરબંદરમાં સાડી ઉધોગોનું ઝેરી પાણી ઠાલવવાથી માછીમારોની રોજગારી ઉપર જોખમ વધે છે. દરિયામાં પ્રદુષિત પાણી છોડવાની કાંઠા વિસ્‍તારમાં મત્‍સ્‍ય ઉત્‍પાદનનું નિકંદન નીકળી જાય અને ફિશીંગ દરમિયાન જે ફિશ મળે તે નબળી ગુણવતા ને લીધે માનવ આરોગ્‍ય માટે નુકસાનકારક અને અસાધ્‍ય રોગનું જોખમ વધી શકે છે.  પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉધોગનું કેમીકલ્‍સ યુકત પાણી છોડવા પ્રોજેકટ સામે ગુજરાત ખારવા સમાજ દ્વારા રાજયના દરિયાકાંઠા વિસ્‍તારના માછીમારોને સાથે રાખીને આંદોલનો કર્યા હતા છતાં સરકાર દ્વારા દાદ મળી નહોતી  આખરે પોરબંદર ખારવા સમાજ અને તેના સંલગ્ન બોટ એસોસિએશન દ્વારા પોરબંદરના દરિયામાં જેતપુરના સાડી ઉધોગનું ઝેરી પાણી છોડવા અંગે સરકારની મંજુરી સામે હાઇકોર્ટમાં રીટ દાખલ કરી છે.

(1:37 PM IST)