<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

સાવરકુંડલા નજીક ભરૂચથી યાત્રા બસ અને ટ્રક વચ્‍ચે અકસ્‍માતઃ વીસને ઇજા

 

(દીપક પાંધી દ્વારા)સાવરકુંડલા તા.૨૭: સાવરકુંડલા  ખાતે અમરેલી બાયપાસ રોડ પર આવેલ જેસર રોડ ચોકડી પાસે ગઈકાલે  ધારીથી ખોડિયાર મંદિરથી આવીને બગદાણા તરફ જઈ રહેલી ભરૂચની ખાનગી બસ નંબર જીજે.૧૬ ૧ ૯૫૬૭ સાથે સામેથી આવી રહેલ ટ્રક ધડાકા સાથે અથડાય પડ્‍યો હતો. અક્‍સ્‍માતમાં ટ્રક ડ્રાઇવર અને બસના ડ્રાઇવર સહિત જેટલા મુસાફરોને ઇજાઓ થવા પામી હતી અક્‍સ્‍માતની જાણ થતા આજુબાજુમાંથી સેવાભાવી લોકો દોડી આવ્‍યા હતા અને ઇજાગ્રસ્‍તોને ૧૦૮ મારફત સાવરકુંડલા સરકારી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

જ્‍યાં વધુ સારવારની જરૂરિયાત હોય છ ઇજાગ્રસ્‍તોને અમરેલી જ્‍યારે બસના ડ્રાઈવર અંકલેશ્વર બાજુનો હોય તેને સારવાર માટે અંકલેશ્વર ખસેડવામાં આવ્‍યો છે બાયપાસ પાસે સ્‍પીડ બ્રેકર મુકવાની લોકોની જૂની માંગણી છે પણ સ્‍પીડ બ્રેકર મુકાતા ન હોય વારંવાર અકસ્‍માતની ઘટનાઓ બની રહી છે અકસ્‍માતની જાણ થતા સાવરકુંડલા શહેરમાંથી  લોકો સરકારી હોસ્‍પિટલે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્‍તોને સારવારમાં મદદરૂપ બન્‍યા હતા.(

(2:07 PM IST)