<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

જામનગરઃ ચાંદીથી મઢાયેલા શ્રી પીપળેશ્વર મહાદેવજીના મંદિરમાં “શિવરાત્રી” સંપન્ન

જામનગરઃ માં સેન્‍ટ્રલ બેંક રોડ, ઘુવ ફળી, શેરી નં.૧ ખાતે આવેલ અતિપૌરાણીક અને સુપ્રિસિધ્‍ધ ચાંદીથી મઢાયેલા પિપળેશ્વર મહાદેવ મંદીરમાં શિવરાત્રીના પાવન અવસર નિમીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધ્‍વજાજી પૂજા શ્રી સૂર્યનારાયણ મંદીરના પુજારી દધીજી મહારાજ દ્વારા શાષાોકત વિધી વિધાન મુજબ પૂજા કરવામાં આવી હતી.

આ ધ્‍વજાજી પૂજાના યજમાન પદે હરીઓમભાઈ સુભાષભાઈ શારડા તથા તેમના ધર્મપત્‍ની કૌષાબેન હરીઓમભાઈ શારડા તેમના સમસ્‍ત પરિવાર સાથે ઉપસ્‍થિત રહી ધ્‍વજાજી પૂજન અર્ચન કરેલ હતું અને તેઓની સાથે એડવોકેટ પાર્થ ડી. સામાણી તેમજ તેમના ધર્મપત્‍ની શ્રીમતિ વિભુતી પી. સામાણી, વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા ધવલભાઈ એસ. નંદા, નંદનભાઈ ભટ્ટ સહિતના પીપળેશ્વર યુવક મંડળના તમામ સભ્‍યો પરિવારજનો સહિત ઉપસ્‍થિત રહયા હતા.

આ વિસ્‍તારના તમામ લતાવાસીઓ તેમના પરિવાર સાથે ઉપસ્‍થિત રહેલ હતાં. આ સાથે મંદિર માટેની સેવામાં ધવલભાઈ એસ. નંદા તરફથી મંદિર માટેનું બોર્ડ, લોખંડનો ગેઈટ તેમજ શિવરાત્રી અને શ્રાવણ માસ દરમ્‍યાન તેમના તરફથી તમામ પ્રકારની સુવિધા સાથે આર્થિક સહયોગ આપવામાં આવે છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)(

(1:48 PM IST)