<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th February 2025

જેતપુર વેકરીયા નગરના કારખાનામાં આગઃ મોટી નૂકસાની

 

  શહેરના વેકરીયા નગર વિસ્‍તારમાં આવેલ કારખાનામાં આગ લાગતા આજ્ઞા કાબુમાં લાવવા શહેર તેમજ ધોરાજી થી ફાયર ફાઈટર બોલાવેલ આગથી મોટી નુકસાનીનો અંદાજ લગાવી રહ્યો છે. શહેરના વેકરીયા નગર વિસ્‍તારમાં આવેલ અંબિકા ઇન્‍ડસ્‍ટ્રીઝ નામના કારખાનામાં આજરોજ વહેલી સવારે પાંચ વાગ્‍યાના અરસામાં ધુવાળા નીકળતા હોય આ અંગેની જાણ તેમના માલિક ચીમનભાઈ ગરાળાને કરતા માલિકે તુરંત કારખાને પહોંચી જઈ જોતા કોઈ કારણોસર આગ લાગેલ હોય તુરંત ફાયર ફાઈટરને બોલાવતા શહેરના ત્રણેય ફાયર ફાયટરો આગ કાબુમાં લાવવા લાગી ગયેલ જોત જોતામાં આગે વિક્રાળ સ્‍વરૂપ ધારણ કરી લીધેલ  કારખાના ના રહેલ સફેદ કાપડ રાખેલ હોય તે વિભાગમાં આગ લાગી હોય કાપડ સળગી ઊઠતા આગની ભઠ્ઠીઓ સળગતી હોય તેવું દ્રશ્‍ય સર્જાયું હતું. સવારે પાંચ વાગ્‍યે લાગેલી આગ અને કાબુમાં લાવવા ત્રણ કલાકની જેમ જ બાદ પણ આગ સંપૂર્ણ કાબુમાં આવેલ ન હતી. આગથી લાખોમાં નૂકસાની હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.

(1:55 PM IST)